GUJARAT

Vadodaraના ડભોઈમાં પિતા બન્યો હેવાન, સાવકી દીકરી પર બે વાર આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી દુષ્કર્મ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ નરાધમો બેફામ બન્યા છે. ત્યારે વડોદરાના ડભોઇમાં સાવકા પિતાએ જ સાવકી દિકરી સાથે દુષ્ક્રમ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. વિગતે જાણીએ

પિતાએ સાવકી દીકરી પર દુષ્કર્મ આચર્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ડભોઇમાં પિતાએ જ પોતાની સાવકી દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પોતાની સાવકી દીકરીને પિતાએ જ પોતાના હવસનો શિકાર બનાવતા લોકો રોષે ભરાયા છે. આ નરાધમે એક વાર નહી પણ બે વાર આ દિકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. તમને જણાવી દઈએ કે, આ સગીર દિકરીની ઉંમર 14 વર્ષ છે.

માતાને એસિડ છાંટી મારી નાખવાની ધમકી 

ગત 14 તારીખના રોજ નરાધમે પોતાની જ સાવકી દિકરી સાથે આચર્યું હતું. 14 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ નરાધમ પિતા સગીરાને ધમકી આપતો કે, જો તુ આ વિશે કોઈને પણ કહીશ તો તારી માતાને એસિડ છાંટી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી સગીરા ખુબ ડરી ગઈ હતી.

સાવકો પિતા દારૂનો વ્યસની હતો

આ નરાધમ સાવકો પિતા દારૂનો વ્યસની હતો. જ્યારે તેની માતા લોકોના ઘરે નાના મોટા કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતી હતી. માતા જ્યારે કામ અર્થે બહાર જાય ત્યારે આ નરાધમ એકલતાનો લાભ ઉઠાવી સગીરા પર પર નજર બગાડતો હતો. નરાધમે બે વાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનુ સામે આવ્યુ છે. સગીરાની માતા ડભોઇ અને વડોદરામાં ઘરકામ કરી 2 બહેનોનું ભરણ પોષણ કરતી હતી.

પોલીસે ફરિયાદ ના લીધી

નરાધમ પિતાનો ત્રાસ વધી જતા દીકરીએ આખરે કંટાળી સાવકા પિતાની કરતુત પોતાની માતાને જણાવી હતી. તે બાદ માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સગીરા અને તેની માતા ડભોઇ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પરંતુ ડભોઈ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી. ત્યારે આજે માતા અને પુત્રીએ એસ.પીને લેખિત રજુઆત કરી છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ખેડાના માતર તાલુકાના વસોમાં પાડોશીએ જ સગીર વયની ત્રણથી ચાર બાળાઓને પીંખી નાખી હતી. નરાધમ હેવાન પાડોશી દ્વારા 8થી 11 વર્ષની ચાર બાળાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ નરાધમે ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનાને લઇને વસો પોલીસ મથકે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સગીરાઓ પર આવા દુષ્કર્મની ઘટનાઓએ ક્યારે બંધ થશે અને સરકાર આ મુદ્દે હવે શું પગલા લેશે તે જોવાનુ રહ્યુ. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button