ડાંગ જિલ્લામાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પુર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો છે. ઈકો સેન્સિટીવ ઝોનનાં લીધે ખેડૂતોને ઊભી થનારી મુશ્કેલી સામે મંગળ ગાવીતે વિરોધ કર્યો છે.
ડાંગના 64 ગામોનો ઈકો સેન્સિટિવ ઝોન તરીકે સમાવેશ
ડાંગ જિલ્લાના 64 ગામોનો ઈકો સેન્સિટિવ ઝોન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે જો ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરીઓ લેવી પડશે. ઈકો સેન્સિટિવ ઝોનના સરકારે બતાવેલ ફાયદા કરતા નુકશાન વધારે હોવાનું જણાવીને લોકો વિરોધ કરી રહ્યા છે.
આદિવાસી લોકોને નુકશાન થવાની શક્યતા
સાથે જ ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યા બાદ આદિવાસી લોકોને નુકશાન થવાની શક્યતા પણ જોવા મળી રહી છે. આગેવાનોના મત પ્રમાણે ઈકો સેન્સિટિવ ઝોનના સરકારે બતાવેલ ફાયદા કરતા નુકશાન વધારે હોય તેમ જોવા મળી રહ્યું છે.
જુનાગઢમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો વિરોધ
જુનાગઢમાં ગીર જંગલની આસપાસનાં વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકો વિરોધ કરી રહ્યા છે. જેમાં જુનાગઢ પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ કિસાન સંઘનાં પ્રમુખો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે.
Source link