સાયલા પંથકમાં તસ્કરો નવરાત્રી ટાણે જ બેફમ બન્યા હોય તેમ ધજાળા ગામમાં આવેલ પોલીસ સ્ટેશનથી સાવ નજીક રહેતા રાજકીય આગેવાનના બંધ મકાનમાં બપોરના સમયે ચોર ઘૂસ્યો હતો અને ઘરમાં રાખેલ રોકડ, દાગીનાની થેલી લઇ જતા કોઇ જોઈ જતાં દેકારો મચી જવા પામ્યો હતો અને ગામલોકોએ તેની પાછળ દોડી તસ્કરને દબોચી લઈને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.
આવી જ રીતે અન્ય એક ઘટનામાં સાયલાના મૂળી દરવાજા પાસે આવેલ રામદેવપીરના મંદિરમાંથી ચાંદીનું છત્ર કોઇ ચોરી ગયાની જાણ થતા પૂજારી, સેવકો દ્વારા પોલીસને બોલાવાઈ હતી. પરંતુ કંઈ હાથ લાગ્યું ના હતું. એક જ દિવસમાં બે ચોરીની ઘટનાઓ ઉજાગર થતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પરંતુ વારંવાર ઘરફેડ ચોરીની ઘટનાઓથી સામાન્ય લોકોમાં નિશાચરોનો ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે.
ધજાળા ગામે પૂર્વ સાંસદ સ્વ. સવસીભાઇ મકવાણાના પૌત્ર અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાલ મકવાણા બંધ ઘરમાં ઘૂસી તસ્કરે હાથફેરો કર્યા બાદ દીવાલ કૂદીને જતાં સમયે ગામલોકો જોઈ જતાં તેને ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોરી કરતા ઝડપાયેલ શખ્સનું નામ અશોક ગાંડાભાઈ દેવીપૂજક રહે બોટાદ વાળો હોવાનું તથા તેને દેણું થઇ જતાં ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તાલુકામાં તસ્કરોને ખાખીનો કોઈ ડર જ ના રહ્યો હોઇ તેમ ધોળા દિવસે તસ્કરીના બે બનાવોથી કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ પંથકના ગઢ શિરવાણિયા તથા નોલીનાં રામગઢ પરામાં ધોળા દિવસે થયેલ મોટી તસ્કરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ ફ્ફિ ખાંડે છે.
Source link