GUJARAT

Gandhinagar મેટ્રો સ્ટેશનમાં PM Modi ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી ટ્રેનમાં મુસાફરી કરશે

અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવા આજથી શરૂ થશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે મુસાફરી કરી ટ્રેન શરૂ કરાવશે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી ટ્રેનમાં મુસાફરી કરશે. તેમાં અલગ અલગ ત્રણ પ્રકારે ટિકિટ ખરીદી કરી શકાય એ પ્રકારનું ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે.

ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો: PM Modi

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને બીજા તબક્કામાં મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, 35 મેગાવોટ બેસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં પાવર સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું હતું કે “ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો. હું 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.

પીએમ મોદી ગાંધીનગરને મેટ્રો ભેટ આપશે

પ્રથમ તબક્કામાં ગાંધીનગરના આઠ સ્ટેશનોને મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. તેમાં મેટ્રો ટ્રેન સચિવાલય, અક્ષરધામ, જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય), સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થશે. ગાંધીનગરમાં મેટ્રો રેલના બીજા તબક્કામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ઇન્ફો ટેક સિટી, રાયસણ ગામ, ઇન્ફોસિટી અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત સેક્ટર 1ને જોડવામાં આવશે. અમદાવાદના મોટેરાથી મેટ્રો ટ્રેન સીધી ગાંધીનગરના આઠ સ્ટેશનો પરથી દોડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button