GUJARAT

Girsomnathમા કાર ચાલક બન્યો બેફામ,પાંચ લોકોને લીધા અડફેટ

  • કોડીનારના પેઢવાડા પાસે કારચાલકે ગુમાવ્યો કાબૂ
  • સાઈડમાં પાર્ક કરેલી બાઈકને 30 ફૂટ દૂર ઉડાવી
  • બાઈકને ટક્કર મારી કાર ગટરમાં ખાબકી

ગીરસોમનાથમાં સોમનાથ ભાવનગર હાઈવે પર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા પાંચ લોકોને અડફેટે લીધા છે અને ત્યારબાદ કાર ગટરમાં ખાબકી હતી,કારમા સવાર 4 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,કારમાં સવાર તમામ લોકો અમદાવાદના રહેવાસી છે.ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

વાહનોને લીધા અડફેટે

કોડીનારના પેઢવાડા હાઈવે નજીક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ચાર થી પાંચ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે.કાર એટલી સ્પીડમાં હતી કે,સાઈડમાં પાર્ક કરેલી બાઈકને 30 ફૂટ દૂર ઉડાવી હતી અને બાઈક પણ ગટરમાં જઈ ખાબકી હતી.ઘટનાની જાણ થતા લોકોએ કાર ચાલકને તેમજ તેમની સાથે રહેલા લોકોને કારની બહાર કાઢયા હતા અને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા,મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.

પોલીસે હાથધરી તપાસ

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથધરી હતી,કાર ચાલકનું તેમજ આસપાસના લોકોનું નિવેદન પણ લેવામાં આવ્યું હતુ.ત્યારે પોલીસ કાર ચાલકની સામે ગુનો પણ નોંધી શકે છે.હાઈવે પર અસકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે,જો આ અકસ્માતમાં બાઈક ચાલકને ફંગોળ્યો હોત તો તેને પણ ગંભીર ઈજા પહોંચી હોત આ તો સારૂ છે કે,બાઈક પાસે કોઈ ઉભુ ન હતુ,જો બાઈક પાસે કોઈ ઉભુ હોત તો ઘટના કંઈક અલગ હોત.

હાઈવે પર ધ્યાનથી ચલાવો વાહન

હાઈવે પર રોડ ખાલી હોવાથી વાહન ચાલકો મનફાવે તેટલી સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અમુક અકસ્માતમાં લોકોના મોત પણ થયા હોવાની વાત સામે આવતી હોય છે,ત્યારે મર્યાદામાં રહીને વાહન ચલાવીશું તો આપણને કે કોઈ અન્યને નુકસાન નહી થાય અને આપણો પરિવાર પણ સુરક્ષિત રહેશે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button