મારું ગુજરાત

Water Supply Stopped: ચોમાસામાં જ ગાંધીનગરના સેક્ટર 1થી 13માં પાણીનું એક ટીપું ન મળ્યું, આ કારણે હાલાકી સર્જાઈ

ગાંધીનગરના સેક્ટર 1થી 13માં કોઈપણ પ્રકારની સૂચના વિના આજે સવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જતાં શહેરીજનો અને ગૃહિણીઓની હાલત કફોડી બની હતી. આ સમસ્યાનું મૂળ કારણ નભોઈ કેનાલ ખાતેનો મુખ્ય વાલ્વ ઓપરેટર દ્વારા ખોલવાનું ભૂલાઈ જતાં સમસ્યા સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે.

અધિકારીઓની બદલી પણ કારણ હોવાની ચર્ચા

પાણી પુરવઠાની આ સમસ્યા પાછળ તાજેતરમાં થયેલી અધિકારીઓની બદલી પણ જવાબદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની બે-ત્રણ દિવસ અગાઉ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી.

પાણીનો પુરવઠો 30થી ઘટીને 15 એમએલડી થયો

ઉલ્લેખનીય છે કે પાટનગર યોજના વિભાગ દ્વારા સામાન્ય રીતે સેક્ટર 1થી 13માં રોજ 30 એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણી નભોઈ કેનાલથી નર્મદાનું પાણી લાવીને સેક્ટર 5ની ઓવરહેડ ટાંકી અને સરિતા ઉદ્યાન ખાતે ફિલ્ટર કરીને વિતરણ કરવામાં આવે છે. જોકે છેલ્લા બે દિવસથી પાણીનું પ્રેશર ઓછું હતું અને પુરવઠો ઘટીને 15 એમએલડી થઈ ગયો હતો. પરંતુ આજે સવારે તો પાણીનું એક ટીપું પણ મળ્યું નહોતું જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button