NATIONAL

Jammu-Kashmir: રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સેનાને મળી મોટી સફળતા

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા IED બોમ્બ મળી આવ્યા હતા. આ પછી સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને તમામ આઈડી બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મતગણતરી

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મતગણતરી થવાની છે. આવી સ્થિતિમાં અહીં તમામ નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી કોઈ ગેરરીતિ ન થાય. સાંબા જિલ્લાના એક ગામમાં કેટલાક ગ્રામજનોને કાટ લાગેલી એન્ટી-ટેન્ક લેન્ડમાઈન અને જૂની ‘મોર્ટાર શેલ’ મળી આવી હતી. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આને પણ સલામત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.

ખેતરમાંથી IED બોમ્બ પણ મળ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સવારે રીગલ બોર્ડર ચોકી પાસે ખેતરોમાં કામ કરતા એક ખેડૂતે એન્ટી ટેન્ક લેન્ડમાઈન મળી આવ્યો હતો. આ પછી તેણે સીમા સુરક્ષા દળને જાણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મોર્ટાર શેલ રવિવારે સાંજે બારી બ્રાહ્મણ વિસ્તારના બલોલે ખડ્ડમાં કચરામાં પડેલો મળ્યો હતો અને બાદમાં બોમ્બ સ્ક્વોડે તેને ડિફ્યુઝ કરી દીધો હતો.

સેનાએ ત્રણ ડ્રગ સ્મગલરની ધરપકડ કરી

જમ્મુ અને કાશ્મીરના એક જ ગામમાંથી રવિવારે પણ એક મોટી કાર્યવાહીમાં સેનાએ ત્રણ કથિત ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 7.8 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPSની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મતગણતરી કેન્દ્રો પર મજબુત વ્યવસ્થા

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મતગણતરી થવાની છે. જેને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે રામબનના SSP કુલબીર સિંહે કહ્યું કે, “ગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હશે, જેથી કોઈ ખલેલ ન થાય. શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે વ્યાપક સુરક્ષા દળો તૈનાત કર્યા છે.”




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button