જામનગરમાં ગેરકાયદેસર જમી પર દબાણ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે,પોલીસે અને કોર્પોરેશનની ટીમે ભેગા મળીને દબાણો દૂર કર્યા છે.ભૂમાફિયાના ભાઇએ ગેરકાયદેસર રીતે કરેલું દબાણ દૂર કરાયું છે અને રણજીતસાગર રોડ પર કરોડોની જમીન ખુલ્લી કરાઇ છે.ભૂમાફિયા જયેશ પટેલના ભાઇ સામે ફરિયાદ થઈ છે અને વ્યાજખોર ધર્મેશ રાણપરિયા સામે પણ ફરિયાદ થઈ છે,આરોપીએ દબાણ કરેલી 2 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ છે.
ગેરકાયદેસર દબાણ કરાયા દૂર
શહેરમાં ફરી એક વાર ગેરકાયદેસર દબાણ સામેની કાર્યવાહી કરવામા આવી છે.આરોપીઓ દ્રારા કરવામા આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામા આવ્યા છે અને શહેરમાં વ્યાજ વટાવની બે ફરીયાદ ધર્મેશ રાણપરિયા સામે થઈ હતી તો ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે થોડા દિવસો પહેલા ગુનો નોંધાયો હતો આશરે 2 કરોડથી વધુની કિંમતની આ જગ્યા છે જેને પોલીસે દૂર કરી છે,પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવામા આવ્યું છે.
આરોપી – ધર્મેશ મુળજીભાઈ રાણપરિયા ( ભૂમાફિયા જયેશ પટેલનો ભાઈ)
દબાણ કરેલ જગ્યા – રણજીતસાગર રોડ ઉપર કેનાલ ઉપર આશરે 1500 ફૂટ જગ્યા પર અનઅધિકૃત રીતે બાંધકામ કરી દુકાનો બનાવી દબાણ કરેલ હતુ જે જામનગર મ્યુ. કો. દ્વારા જિલ્લા પોલીસના બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવેલ છે. જગ્યાની આશરે કિંમત – 2 કરોડ 25 લાખની આસપાસ થાય છે.
આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરિયા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન ખાતે તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ IPC ૩૮૪ ખંડણી સહિત મની લેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ છે.જેનો મુખ્ય આરોપી ધર્મેશ રાણપરીયા છે,સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૦૮/૧૨/૨૦૨૪ નાં રોજ મની લેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ છે.સીટી એ ફ.ગુ.ર.નં.૨૮૯/૧૦ ઇ.પી.કો કલમ ૧૨૦(બી),૩૬૪, ૩૪૭,૩૯૭, ૪૬૫,૪૬૭,૪૨૭ આર્મ્સ એકટ ૨૫(૧બી).
13 દિવસ અગાઉ પણ કાર્યવાહી કરાઈ
જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ખોટા વેચાણ કરાર બનાવી તથા સરકારી જમીનો પર દબાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.અને ગ્રામ્ય DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ પંચકોષી એ. પોલીસ સ્ટેશન ના પીઆઇ એમ.એન.શેખ એ શહેરના ચકચારી ગેંગરેપના આરોપી હુશેન ગુલમામદ શેખ અને તેના સાગરીતની મોટા થાવરીયા ગામની સરકારી ગૌચરની જમીન દબાણ કરી હતી, જે દબાણ દુર કરાવ્યુ હતું.
Source link