GUJARAT

Junagadhમાં TRB જવાન બન્યો દેવદૂત, CPR આપી યુવકનો બચાવ્યો જીવ

જુનાગઢમાં ટ્રાફિક પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે. ટ્રાફિક પી.એસ.આઈ એસ.એન.જાડેજાની ઉમદા કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો છે. ટીંબાવાડી નજીક બાઈક ચાલકને હાર્ટ એટેક આવતા તાત્કાલિક આ ટ્રાફિક જવાને યુવકને CPR આપીને જીવ બચાવ્યો છે.

લોકોએ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તાર નજીક જ એક બાઈક ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા બાઈક ચાલક ચાલુ બાઈકે રસ્તા પર જ પડી ગયા હતા અને લોકો આસપાસમાં ભેગા થઈ ગયા હતા અને પોલીસ જવાન પણ તે દરમિયાન ફરજ બજાવી રહ્યો હતો અને તાત્કાલિક યુવક પાસે દોડી આવીને ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર યુવકને CPR આપીને સારવાર આપી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવીને વધુ સારવાર માટે યુવકને હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે યોગ્ય સમયે ટીઆરબીના જવાને CPR આપીને યુવકનો જીવ બચાવ્યો છે. ટ્રાફિક પોલીસની કામગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે અને લોકોએ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી છે.

સુરતના ચોકબજારમાં યુવતી બેભાન થતાં મહિલા પોલીસે CPR આપી જીવ બચાવ્યો હતો

થોડા દિવસો પહેલા જ સુરતના ચોકબજારમાં 22 વર્ષીય યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી અને આ દરમિયાન મહિલા પોલીસે યુવતીને CPR (કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન) આપી તેનો જીવ બચાવ્યો હતો, યુવતી ભાનમાં આવી તે પછી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો

રાજકોટના ગોંડલની ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી ઉમદા કામગીરી કરી હતી. અજાણ્યો યુવક ડીવાયએસપી કચેરી પાસેથી પસાર થતો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરંતુ પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને CPR આપી જીવ બચાવી લીધો હતો. પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button