રાજ્યમાં વધુ એક વખત બાળકીઓ પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ખેડા જિલ્લાના માતરમાં બાળકીઓ પર દુષ્કર્મ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પાડોશીએ 8થી 11 વર્ષની બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ
ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની છે. માતર તાલુકાના વસો પંથકમાં નરાધમ પાડોશીએ સગીર વયની 3થી 4 બાળકીઓને પીંખી નાખી હતી. નરાધમ હેવાન પાડોશી દ્વારા 8થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્યારે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ હેવાને ઉતાર્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ત્યારે આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ત્યારે હાલમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તેનો મોબાઈલ પણ કબ્જે લઈને વીડિયો મેળવી તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લા પોલીસ, LCB, Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત અને વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટના મામલે તપાસ ચાલી રહી છે અને નરાધમોને પકડી પણ લેવામાં આવ્યા છે, ત્યારે વધુ એક વખત રાજ્યમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓે કોર્ટમાં રજૂ કરાશે
વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓેને આજે કોર્ટમાં રજૂ કરાશે, પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાય તે પહેલા એક ઘટના બની હતી. બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીને ચક્કર આવતા ઢળી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સતત બંદોબસ્તમાં ઉભા રહેવાના કારણે પોલીસ જવાનના સ્વાસ્થ્ય પર અસર પડી હતી અને અન્ય પોલીસકર્મીઓએ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
Source link