GUJARAT

ચૂડા તાલુકાના મોજીદડમાં ખેડૂતના ઘરમાં દિવસે તસ્કરોનો હાથફેરો

  • ઘરેણા અને રોકડ સહિત રૂ. 91 હજારની મતા ચોરી ફરાર
  • ખેડૂતે અજાણ્યા શખ્સો સામે ચૂડા પોલીસમથકે ફરિયાદ નોંધાવી
  •  તા. 13 ઓગસ્ટના રોજ તેઓ તથા પરીવારના બીજા સભ્યો બહાર ગયા હતા

ચુડા તાલુકાના મોજીદડ ગામે રહેતા ખેડૂતના ઘરના સભ્યો બહાર ગયા હતા. ત્યારે ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. અને ધોળા દિવસે સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી કુલ રૂપીયા 91 હજારની ચોરી કરી લઈ ગયાની ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ચુડા તાલુકાના મોજીદડ ગામે રહેતા 35 વર્ષીય રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્રસીંહ પ્રભાતસીંહ પરમાર ખેતી કરે છે. તા. 13 ઓગસ્ટના રોજ તેઓ તથા પરીવારના બીજા સભ્યો બહાર ગયા હતા. અને ઘરના રૂમના તાળા માર્યા વગર માત્ર બહારના ડેલે તાળુ મારી ચાવી પડોશમાં આપી હતી. બપોરના સમયે બહારથી આવી પડોશમાંથી ચાવી લઈ ઘર ખોલતા ઘરની ઓસરીમાં ખાટલો ઢાળેલો પડયો હતો. અને તેમાં સુટકેશ, ઘરેણાના બોકસ વેર વીખેર પડયા હતા. જયારે ઘરના રૂમમાં આવેલ પેટી પલંગનું પાટીયુ તોડી તેમાં રહેલો સામાન વેરવીખેર હતો. તપાસ કરતા ઘરમાંથી સોનાના રૂપીયા 50 હજારના, ચાંદીના રૂપીયા 20 હજારના ઘરેણા અને રૂપીયા 21 હજાર રોકડા સહિત કુલ રૂપીયા 91 હજારની ચોરી થઈ હતી. આથી રાજેન્દ્રસીંહ પરમારે ચુડા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button