મોરબી નજીક આવેલા ત્રાજપર ગામના ખારાપાટ વિસ્તારમાં રહેતો વિજય ઉર્ફે રવિ પરસોતમભાઈ મનોવાડીયા નામનો યુવક તેના મિત્ર રાહુલ જંજવાડીયા અને ગોગો સાતોલા નામના મિત્રો મોડી રાત્રે બેઠા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું થયું મોત
આ દરમિયાન ધોકા પાઈપ સહિતના હથિયાર સાથે ઈસમો ધસી આવ્યા હતા અને વિજય સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો અને પોતાની સાથે ઉપાડી જઈ બોલેરો કારમાં તેનું અપહરણ કરી લઈ ગયા હતા અને બેલા ગામની સીમ વિસ્તાર તરફ લઈ જઈ ઢોર માર માર્યો હતો. ગંભીર હાલતમાં વિજયને તેના પરિવારજનો હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા, જોકે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક રવિના ભાઈ વિશાલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મૃતક રવિના ભાઈ વિશાલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તે મુજબ તેના ભાઈ રવિ ઉર્ફે વિજયને શીતલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને આ શીતલ આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશભાઈ લાભુભાઈ વાઘેલા સહિતનાની ભત્રીજી થતી હોય અને તેની સાથે સંબંધ ન રાખવાનું કહી ધાક ધમકી આપી અપહરણ કરી ઢોર માર મારી હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવ અંગે બી ડીવીઝન પોલીસે મૃતક રવિના ભાઈ વિશાલની ફરિયાદના આધારે પોલીસે પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશભાઈ લાભુભાઈ વાઘેલા, વિશાલ કોળી, જયેશ જીવણ અદગામા, કાના હકા, જયેશ જીવણ અદગામા, સુનીલ જયંતિ જોગડિયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયા રબારી તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા અપહરણ હથિયાર બંધી જાહેરનામાં સહિતની બી.એન.એસની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં પોલીસે પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશભાઈ ;લાભુભાઈ વાઘેલા, વિશાલ કોળી, જયેશ જીવણ અદગામા, કાના હકા, જયેશ જીવણ અદગામા, સુનીલ જયંતિ જોગડિયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયા રબારીની ધરપકડ કરી હતી અને તેમજ અપહરણ માટે વપરાયેલ રીક્ષા તેમજ હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ હાથ ધરી હતી.
Source link