GUJARAT

Ahmedabadના નોર્થ બોપલમાં તંત્રના પાપે લોકો હેરાન, વાંચો ફુલ સ્ટોરી

અમદાવાદના પોશ વિસ્તાર તરીકે બોપલને ગણવામાં આવે છે પરંતુ બોપલમાં સામાન્ય વરસાદામાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું,આવી જ એક સમસ્યા બોપલના ગરનાળાની છે જેમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને તંત્રના પાપે વરસાદી પાણીમાંથી નિકળવાનો વારો આવ્યો છે.

સ્થાનિકોમાં ભારે આક્રોશ

વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ડીપીએસ ફાટકથી ફરીને જવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે,આ ફાટક પણ માથાના દુખાવા સમાન છે કેમકે અહીયા પણ ટ્રાફિક જામની સમસ્યા રહે છે,તંત્રને પાણીના નિકાલને લઈ અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી.વિધાર્થીઓ,નોકરીયાત અને ગૃહિણીઓને સૌથી વધારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે,બોપલ વોર્ડને કોર્પોરેશનના થલતેજ વોર્ડમાં સમાવવામાં આવ્યો છે,ત્યારે કોર્પોરેટર અને ધારાસભ્ય ઉંઘ ઉડાડીને કામ કરે તે જરૂરી બન્યું છે.

બન્ને અંડરપાસમાં પાણી ભરાયા

બોપલના બન્ને અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે,જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સ્થાનિકો વરસાદના સમયે સૌથી વધુ હેરાન થાય છે,ગટર લાઈન ચોકઅપ હોવાથી આ પાણી ઉતરતા નથી અને ડીપીએસ ફાટક પાસે આવેલ તળાવમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.તંત્ર દ્રારા અગામી સમયમાં જરૂરી કામ કરીને આ વરસાદી પાણીનો નિકાલ કરીને બન્ને અંડરપાસ સાફ કરાય તે જરૂરી બન્યું છે.

વિભૂષા બંગ્લોમા પણ ભરાયા હતા પાણી

બોપલ વિસ્તારમાં આવેલ વિભૂષો બંગ્લોઝની હાલત કંઈક અલગ હતી.પહેલા વરસાદી પાણી ઘરોમાં ભરાયા અને ત્યારબાદ ગટરના પાણી ઘરોમાં ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છત્તા ગટરના પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો અને ઘરમાં દુર્ગંધ મારતી હતી.

બોપલનું તળાવ પણ ગટરના પાણીથી મારે છે બેક

બોપલની ડીપીએસ સ્કૂલ પાસે ફાટક આવેલું છે અને તે ફાટક પહેલા મોટુ તળાવ મંદિર પાસે આવેલું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી આ તળાવમાં કોર્પોરેશન દ્રારા છોડવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેમજ અન્ય દિવસોમાં મચ્છરો ઘરમાં આવી જાય છે અને ઘરના લોકો બિમાર પડી જાય છે,ગટરના પાણી તળવામાં છોડવામાં આવે છે અને પાણી માટે અન્ય કોઈ પાઈપલાઈન નાખી ના હોવાથી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવે છે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ વર્ષોથી આ ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button