GUJARAT

Rajkotમાં દેશી દારૂના બેફામ વેચાણથી લોકો પરેશાન, સ્થાનિકોએ કરી જનતા રેડ

  • રાજકોટની અંબિકા ટાઉનશીપના સ્થાનિકો પરેશાન
  • અનેક ફરિયાદો કરી છતાં કોઈ ઉકેલ ના આવતા સ્થાનિકોએ કરી જનતા રેડ
  • દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

રાજકોટના પોશ વિસ્તારમાં જનતા દ્વારા દેશી દારૂના દૂષણ સામે રેડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ અંગે પહેલા ઘણી વખત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નહતો અને આખરે જનતાએ જાતે જ આ અંગે રેડ પાડી હતી.

જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ

અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાંકો ઈ ઉકેલ ના આવતા જનતા રેડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જાતે જ દેશી દારૂના અડ્ડાઓ પર રેડ પાડી હતી. આ જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે દેશી દારૂના વેચાણ અને દૂષણથી સ્થાનિકો છેલ્લા કેટલાય સમયથી પરેશાન હતા અને આ વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ચલાવનારા સામે આંખ આડા કાન કરી રહી છે: સ્થાનિકો

ત્યારે સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે પોલીસને આ અંગે ઘણી વખત જાણ કરવામાં આવી છે પણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે અને દેશી દારૂના અડ્ડાઓ ચલાવનારા વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહી નથી. જો કે સંદેશ ન્યૂઝ પર આ અંગેનો અહેવાલ પ્રસારિત થતાં જ પોલીસ દોડતી થઈ છે અને દેશી દારૂના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે.

સુરતમાં સ્થાનિકો દ્વારા ડીંડોલીમાં ગાંજાની દુકાનમાં જનતા રેડ

થોડા મહિનાઓ પહેલા જ સુરતમાં પણ સ્થાનિકો દ્વારા ગાંજાની દુકાનમાં જનતા રેડ કરવામાં આવી હતી. સુરતના ડીંડોલી વિસ્તારના લોકોએ ડીંડોલી પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા હતા અને નવાગામ ડીંડોલી જમણા પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોએ ગેરકાયદેસર વેચાતા ગાંજાની દુકાનમાં તોડફોડ કરી હતી, કારણ કે પોલીસને ઘણી વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા જનતા રેડ કરવામાં આવી હતી.

ડીંડોલી પોલીસના નાક નીચે વિનોદ બિહારી અને લાલુ ગાંજાનો વેપાર ચલાવી રહ્યા હતા. જેમાં સોસાયટીમાં રહેતા રહીશોએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહતી. જેના સામે લોકોનો વિરોધ જોવા મળ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button