Rajkotની મારવાડી યુનિવર્સિટીમાં વિધાર્થીનીએ અન્ય વિધાર્થીનીનો સ્નાન કરતો વીડિયો ઉતારતા થઈ બબાલ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે.મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના વીડિયો મુદ્દે બબાલ થતા વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી,હોસ્ટેલમાં રહેતી આંધપ્રદેશની બે યુવતીઓ વચ્ચે આ વિવાદ થયો હતો,સ્નાન કરતી વખતે એક વિધાર્થીનીએ અન્ય વિધાર્થીનીનો વીડિયો ઉતારી તેને વાયરલ કરતા બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
હોસ્ટેલમાં યુવતીના સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો
મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના વીડિયો મામલે બબાલ થઈ હતી,એક જ રૂમમાં રહેતી બે વિધાર્થીનીઓ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી,એક વિધાર્થીની સ્નાન કરવા ગઈ તે વખતે અન્ય વિધાર્થીનીએ તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.સમગ્ર ઘટનામાં બન્ને યુવતીઓ સગીર હોવાથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ કોલેજના તંત્ર તરફથી બન્ને વિધાર્થીનીઓના માતા-પિતાને બોલાવવામાં આવ્યા છે.સમગ્ર ઘટનામાં પોલીસ અને યુનિવર્સિટી બન્ને કાર્યવાહી કરશે ત્યારબાદ વધુ તપાસ થઈ શકે છે.
ટોળું એકત્ર થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
સમગ્ર ઘટનામાં અન્ય વિધાર્થી અને વિધાર્થીનીઓના ટોળા ભેગા થયા હતા અને વિવાદ વકર્યો હતો,સમગ્ર ઘટનામાં આંધ્રપ્રદેશથી આવેલી બે યુવતીઓ એન્જિયરીંગમાં અભ્યાસ કરે છે.સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી છે તેમજ વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી છે.અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી.પોલીસની એક ટીમ હાલ હોસ્ટેલમાં છે જેથી વિવાદ વકરે નહી.
આ યુનિવર્સિટીમાં પહેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા
રાજકોટની મારવાડી યુનિવર્સિટી હંમેશા વિવાદમાં રહેતી યુનિવર્સિટી છે,આ યુનિવર્સિટીમાં અગાઉ ગાંજાના છોડ મળી આવ્યા હતા તેમજ પોલીસે આ મામલે એફએસેલમાં છોડ મોકલ્યા હતા તેમાં પણ સામે આવ્યું કે ગાંજાના છોડ હતા,એટલે યુનિવર્સિટીને છાંટા ઉડયા છે,કોલેજના વિધાર્થીઓ દ્રારા આ ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા. જ્યારે મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ ઉગાડવાની વાત સામે આવ્યા બાદ આ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
Source link