GUJARAT

RTOમાં ત્રાસથી લોકો એજન્ટોને પકડે એજન્ટો RTOમાં લાભ કરાવી આપે છે

  • વ્હીકલ ટ્રાન્સફરના કામોને લઈ HCએ ગૃહ-ટ્રાન્સપોર્ટ વિભાગને ઝાટક્યા
  • કાયદા, નિયમોનું પાલન કરાવી ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ
  • પોલીસે સત્તાનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરી ખરેખર તેની ફરજ બજાવવી જોઇએ: HC

હાઇકોર્ટે આરટીઓ, ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ કમિશનર, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી સહિતના અધિકારીઓને ફ્ટકાર લગાવતાં જણાવ્યું હતું કે, શું ચાલે છે તમારી આરટીઓમાં આ બધુ? વ્હીકલ ટ્રાન્સફર કરવા માટે આવે તો તેમાં છ-છ મહિના સુધી ટ્રાન્સફર થતા નથી.

મોટર વ્હીકલ એકટમાં શું જોગવાઇ છે? જણાવો. વાહનનો માલિક કોણ ગણાય? આજે કોઇ માણસ તેનું વાહન વેચી દે પછી પણ તમે મહિનાઓ સુધી તે ટ્રાન્સફર ના કરો તો, જવાબદાર કોણ? એજન્ટ રાખો તો જ કામ થાય એવું છે. સામાન્ય જનતાને કેમ તકલીફ્ પડે છે? હાઇકોર્ટે કાયદા-નિયમોનું પાલન કરાવી ચાર સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

પતિ ગુજરી જાય અને પુત્રના નામે વાહન ટ્રાન્સફર થતુ નથી ને પત્નીના નામે જ ટ્રાન્સફર થશે..એમ તમારી કચેરી જણાવે છે, કયાંથી આવા નિયમો શોધી કાઢો છો? નાગિરકોને હેરાન કરવાના એટલે એ કંટાળીને એજન્ટને પકડે. એજન્ટ તમને લાભ કરી આપે પછી જ તમે કામ કરો છો. બધુ કહેવા ખાતર ઓનલાઇન છે. ફ્ટિનેસ સર્ટિફ્કિેટમાં પણ કેટલો ટાઇમ તમે લો છો. રોડ પર જઇને ચેક કરો છો કે કેટલી રીક્ષાઓ ફરે છે કે જેમના પ્રમાણપત્ર નથી. પરમીટ નથી. તમારે બેસીને બસ ખાલી એજન્ટો સાથે લાયઝનીંગ કરવાનું. આરટીઓ કચેરી જનતા માટે ચલાવો છો કે એજન્ટો માટે. શું સ્ટાફ્ને આર્થિક લાભ થાય તેના માટે આરટીઓ કચેરી ચલાવો છો..? જો સીસ્ટમ ઓનલાઇન હોય તો એ જ દિવસે કામ થવું જોઇએ ને પણ કેમ થતું નથી. લાયસન્સ, ટ્રાન્સફર કે રિન્યુ કોઇપણ કામ હોય દિવસો સુધી પડયુ રહે છે, સર્વર ધીમુ છે, સ્ટાફ્ રજા પર છે..બધા બહાના. પણ જો એજન્ટને પકડો તો સવારે આપો ને સાંજે થઇ જાય, ત્યારે તમારા ક્રાયટેરિયા બદલાઇ જાય છે. તમારે સીસ્ટમમાં સુધારો કરવાનો છે કે, પછી હાઇકોર્ટના તેના ઓર્ડરમાં બધુ જણાવે.

હાઇકોર્ટે જણાવ્યું કે, તમારી એટલી બૂમ(ત્રાસ) છે કે, ડ્રાઇવિંગ ટ્રેક બરોબર કામ નથી કરતા, લાયસન્સ સમયસર નથી આપતા, પરમીટ ચેક નથી કરતા, લોકોના કામ દબાવી રાખો છો. અખબારોમાં ફોટા આવે છે એ તો ધ્યાનમાં લો. રિક્ષામાં પાછળ દફ્તર બહાર લટકતા હોય છે. દસ-દસ પેસેન્જર બેઠેલા હોય છે. સ્કૂલવાનમાં જોખમી રીતે કેટલા બાળકો ભર્યા હોય છે. પોલીસ સત્તાવાળાઓનો પણ ઉધડો લેતાં જણાવ્યું કે, પોલીસ કે ટ્રાફ્કિ ડિપાર્ટમેન્ટને તો કંઇ કહેવા જેવું નથી. નજર સામે બધુ જુએ છે છતાં પગલાં લેતાં નથી. પોલીસે સત્તાનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરી ખરેખર તેની ફરજ બજાવવી જોઇએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button