ભિલોડા તાલુકાના વાંસેરા ગામે રાત્રીના સમયે ધસી આવેલા દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયના માહોલ સાથે ફ્ફ્ડાટ ફેલાયો હોવાનું જાણવા મળેલ છે.ભિલોડા તાલુકાના વાંસેરા,નવાવક્તાપુર, શોભાયડા, મોટીબેબાર, જનાલી, રામનગર, વણજર, ભેટાલી સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો રાત્રીના જંગલ વિસ્તારોમાંથી ખેત સીમાડાઓ તેમજ ગામમાં અવારનવાર દીપડાના આંટાફેરાથી તેમજ પશુઓના મારણને લઈને લોકોમાં ભય સાથે ફ્ફ્ડાટ ફેલાતો રહ્યો છે.
ત્યારે ગત 24મી જુનની રાત્રીના સમયે દીપડાએ નવાવક્તાપુર ગામે ખેડૂત જાડેજા ભારતસિંહના પશુનું મારણ કર્યું હતું. ત્યારબાદ સવા ત્રણ માસ બાદ વાંસેરા ગામના ખેડૂત મદનસિંહ નારસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગત શુક્રવારની મોડી રાત્રીએ દોઢ બે વાગ્યાના સમયે ઘરની પાસેના વરંડામાં બાંધેલા પશુઓ અચાનક ભાંભરતા તેઓએ તુરત જ જાગી જઈને લાઈટ કરી વરંડામાં જોતાં બે પશુઓ પૈકી એક પશુ પાડાનું મારણ કરી દીપડો જંગલ વિસ્તારમાં નાસી છૂટયો હતો. આ ઘટનાની જાણ ખેડૂત મદનસિંહ જાડેજાએ શામળાજી વન વિભાગને કરી હતી. શામળાજી વન વિભાગ દ્વારા અગાઉ આ વિસ્તારોમાં દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. પરંતુ દીપડો પકડથી દૂર રહ્યો હતો. આમ અવારનવાર પશુઓનું મારણ કરતા દીપડાના આંટાફેરાથી લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. ત્યારે વનવિભાગ દ્વારા હજુ પાંજરૂ મૂકી દીપડાને પુનઃ પકડવાનો પ્રયાસ હાથ ધરાય તેવું લોકો ઈચ્છી રહ્યાનું જાણવા મળેલ છે.
Source link