સ્પોર્ટ્સ

Indian Women Football Team: બે દાયકામાં પહેલી વાર ભારત અંડર-20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થયું, AIFFએ કરી મોટા ઈનામની જાહેરાત

ભારતીય મહિલા અંડર 20 ફુટબોલ ટીમે 10 ઓગસ્ટના રોજ યાંગુનના થુવુન્ના સ્ટેડિયમમાં મહિલા એશિયા કપ 2026 ક્વોલિફાય ગ્રુપ-D ની ત્રીજી અને છેલ્લી મેચમાં મ્યાનમારની ટીમને 1-0થી હરાવી હતી.

આ જીત સાથે ભારતીય મહિલા ફુટબોલ ટીમે અંદાજે 2 દશક બાદ પહેલીવાર AFC અંડર-20 મહિલા એશિયા કપ ફુટબોલ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે.

ભારતીય મહિલા અંડર 20 ટીમનું ક્વોલિફાય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં તે છેલ્લી મેચમાં જીત સાથે ગ્રુપ-D માં 7 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને પહોંચી છે.

પૂજાના ગોલે જીત અપાવી

મ્યાનમાર સામેની મેચમાં ભારતીય મહિલા અંડર-20 ટીમને જીત પૂજાના એકમાત્ર ગોલે અપાવી હતી. પૂજાનો આ ગોલ 7મી મિનિટમાં આવ્યો હતો. ફર્સ્ટ હાફ દરમિયાન ભારતીય ટીમે પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.

ત્યારબાદ બીજા હાફમાં મ્યાનમાર ટીમે વાપસી કરવાનો અનેક પ્રયત્ન કર્યો પરંતુ ગોલ કરી શકી નહી. ભારતીય મહિલા ફુટબોલ અંડર-20 ટીમે આ પહેલા AFC અંડર-20 મહિલા એશિયાઈ કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં વર્ષ 2006માં ક્વોલિફાય કર્યું હતુ.

2026માં થાઇલેન્ડમાં રમાશે આ ટુર્નામેન્ટ

AFC અંડર-20 મહિલા એશિયા કપ ફુટબોલ ટૂર્નામેન્ટ વર્ષ 2026માં થાઈલેન્ડની યજમાનીમાં રમાશે. આ પહેલા ભારતીય સીનિયર ફુટબોલ ટીમ પણ જુલાઈમાં એએફસી મહિલા એશિયાઈ કપ 2026 માટે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

AIFFએ ઈનામની જાહેરાત કરી

AIFFએ અંડર-20 મહિલા રાષ્ટ્રીય ટીમને તેમના શાનદાર પ્રદર્શન બદલ 25,000 અમેરિકી ડોલર (આશરે રૂ. 22 લાખ)ના ઈનામની જાહેરાત કરી છે. AIFF એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સાથે મળીને મહિલા ફૂટબોલમાં પાયાના સ્તર અને યુવા માળખાને મજબૂત બનાવવા માટે ઘણી પહેલ કરી છે.

અંડર-20 મહિલા ટીમે ગ્રુપ ડીમાં 7 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને રવિવારે યાંગોનમાં યજમાન મ્યાનમાર સામે 1-0થી જીત મેળવીને પોતાના અભિયાનનો અંત કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button