ધ્રાંગધ્રાના બસ સ્ટેશન પાછળ આવેલ અંબીકા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ચીરાગ કીરીટકુમાર સંઘવી ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે નવકાર ટાયર નામની દુકાન ધરાવે છે. તા. 17-11ના રોજ સવારે 9-30 કલાકે તેઓ દુકાને ગયા હતા. અને પોતાનું એકટીવા દુકાન બહાર પાર્ક કર્યુ હતુ. જયારે બપોરના 1 કલાકે જમવા ઘેર જવુ હોઈ તેઓ દુકાન બંધ કરીને જોતા એકટીવા નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં એકટીવા ન મળી આવતા તેઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂપીયા 20 હજારની કિંમતનું એકટીવા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના અને હાલ વિરમગામ રહેતા શાદુરભાઈ શેરાભાઈ વાઘેલાને ચોરીના એકટીવા ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ એકટીવા મુળ દસાડાના અને હાલ વિરમગામ રહેતા સવજી કાંતીભાઈ પાસેથી લીધુ હોવાનું ખુલ્યુ હતુ. આ અંગેની માહીતી ધ્રાંગધ્રા સીટી પોલીસને મળતા પીઆઈ એમ.યુ.મસીની સુચનાથી પીએસઆઈ એસ.એમ.સોલંકી, ધીરૂભા પરમાર, સરફરાઝભાઈ મલેક સહિતનાઓએ સવજી કાંતીભાઈની ધરપકડ કરી હતી. અને બન્ને શખ્સો પાસેથી ચોરીનું એકટીવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Source link