લીંબડી અને લખતર તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આ ચોમાસામાં ભારે વરસાદને લીધે ખેડૂતોને ખેતરે અવરજવર માટેના રસ્તાના બંધ પાળા તુટી ગયા છે. હાલમાં સીમ વિસ્તારના ખેતરોમાં ખેડૂતો દ્વારા બીટી કપાસ વીણવાની સીઝન વરસાદના વિરામ બાદ શરૂ થઈ છે.
ત્યારે ખેડૂતો ટ્રેકટર લઈને ખેતરે જઈ શકે તેવી સ્થિતિ નથી. આ અંગે સામાજિક કાર્યકર ખલીલભાઈ સમાએ જણાવ્યુ કે, મોટી કઠેચી ગામની સીમમાં ખેતરે જવાના રસ્તે બંધપાળા તુટી ગયા છે. તંત્ર દ્વારા તાકીદે જેમ રસ્તાઓ રીપેર કરવામાં આવે છે તેમજ બંધ પાળા રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાય તેવી વિસ્તારના તમામ ખેડૂતોની માંગણી છે. જેના લીધે ખેડૂતો ટ્રેકટર-ટ્રોલી સહિતના વાહનો લઈને ખેતરે જઈ શકે.
Source link