રાજ્યમાં મધ્યાહહન ભોજન ભોજન યોજના વર્ષ 1984થી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી યોજના અંતર્ગત સંચાલક દરેક શાળાઓમાં નિમાયેલા હતા.
જેમાં સંચાલક રસોયા અને મદદનીશ એક કેન્દ્રમાં ત્રણ સંચાલક હોય છે. ત્યારે ગુજરાતના 11 જિલ્લાઓના 28 તાલુકાઓમાં પીએમ પોષણ યોજના(મધ્યાહન ભોજન)નું સંચાલન ખાનગી એનજીઓને સોંપવાનો તખ્તો સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકા ચોટીલા, થાન, સાયલામાં ખાનગીકરણ કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા તા.27-11-2024ના રોજ લખવામાં આવેલ પત્ર દ્વારા ચોટીલા તાલુકાના ચાણપા ગામે સેન્ટ્રલાઈઝ કિચનના કેન્દ્રીયકૃત રસોડાઓનો વ્યાપ વધારો, તેનું સંચાલન સ્વેચ્છિક સંસ્થાઓને સોંપી શાળાઓમાં રોજે રોજ તાજો ગરમ પૌષ્ટિક ખોરાક પહોંચાડવા માટે જણાવવામાં આવેલ છે. સદર ચોટીલા તાલુકા થાનગઢ તાલુકામાં સેન્ટ્રલાઈઝ કિચન બાંધકામના હેતુ માટે ચાણપા તથા ચોટીલા તાલુકામાં અનુકૂળ સરકારી જમીનની વિગતવાર અહેવાલની માંગણી કરવામાં આવેલ છે. જેના વિરોધમાં ચોટીલા મધ્યાન ભોજન સંચાલકના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સદર યોજના સાથે રાજ્યમાં 96,000 કર્મચારી જોડાયેલા છે. જેમાં 67,000 મહિલાઓ છે. તેમાં વિધવા ત્યકતા નિરાધાર બહેનો મધ્યાન ભોજન નું સંચાલન કરે છે. ત્યારે સરકાર દ્વારા ખાનગી એનજીઓને મધ્યાન ભોજન સંચાલન સોંપવામાં આવે તો હજારો બહેનોની રોજીરોટી છીનવાય જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે તેના વિરોધમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાન ભોજન યોજના કર્મચારી સંઘની આગેવાનીમાં સંઘના મહામંત્રી લક્ષ્મણભાઈ ખટાણા ચોટીલા મધ્યાન ભોજન કર્મચારી મંડળના ધીરુભાઈ વાલાણી, રાજેશભાઈ ધરજીયા, ભીખાભાઈ રબારી, મોતીભાઈ ભરવાડ, ગુણુભાઈ સીલુ અને ચોટીલા થાન સાયલા મધ્યાન ભોજન સંચાલક બહેનો અને ભાઈઓ બહોળી સંખ્યામાં એકઠા થઈ ચોટીલા તળપદા કોળી સમાજની વાડી ખાતે મીટીંગ બોલાવી ત્યારબાદ ચોટીલા ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને નારા લગાવવામાં આવ્યા હતા. એનજીઓ બંધ કરો એમડીએમ ચાલુ રાખો. મધ્યાન ભોજન સંચાલન ખાનગી એનજીઓને સોંપવામાં આવશે તો સંચાલકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને મધ્યાહન ભોજન કેન્દ્રો પણ બંધ રાખવામાં આવશે તેવી સરકારને મધ્યાન ભોજન સંચાલકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
Source link