યાત્રાધામ પાલીતાણામાં આવેલા ગામ રક્ષક કાળ ભૈરવ દાદાના મંદિર દર વર્ષની માફ્ક આ વર્ષે પણ કાળી ચૌદસ નિમિતે આજે ગુરુવારે યજ્ઞ ભારતની થીમ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ભાવિકોએ દર્શન તેમજ પૂજા, તેમજ યજ્ઞમાં આહુતિ આપી ધર્મોત્સવમાં ભાવિકોએ લાભ લીધો હતો.
સમગ્ર ભારતભરમાં કાળ ભૈરવ દાદાના મુખ્ય ચાર મંદિરો આવેલા છે. જેમાં કાશી (બનારસ), ઉજ્જૈન, ઇન્દોર અને ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગામ ઘણી તરીકે વિશાળ કદની અદભુત પ્રતિમા પાલીતાણા ખાતે આવેલ છે. જે જગવિખ્યાત તીર્થધામ છે. અહી વર્ષમાં કાલરાત્રિ એટલે કાળી ચૌદસ ના દિવસે આખો દિવસ ધર્મોત્સવ સહિતના આયોજનો થાય છે.
ત્યારે આ વર્ષે આજે ગુરુવારે સવારથી મંદિરે મહાઆરતી, મહાભોગ, શણગાર દર્શન, સહિતના ધાર્મિક આયોજનો સહિત સવારથી લઈને રાત્રિ સુધી આખો દિવસ મહાયજ્ઞમાં ભાવિકો સવા લાખ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. જેમાં આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કુંવરજીભાઇ બાવળીયા, મનસુખભાઈ માંડવીયા, મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના અધિકારી, પદાધિકારીઓ તેમજ ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આખો દિવસ દરમિયાન શ્રાદ્ધાળુઓની ભીડ રહી હતી.
આ ધર્મોત્સવ નું સમગ્ર સુંદર આયોજન કાળ ભૈરવ પીઠના આચાર્ય રમેશભાઈ શુકલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર આયોજનની જેહમત પ્રણવભાઈ શુકલ અને સેવાભાવી ટીમે ઉઠાવી હતી અનેસુંદર આયોજન કરાયું હતુ.
Source link