વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે આવેલા મોતીવાડા ગામ ખાતે 19 વર્ષીય કોલેજીયન યુવતીની હત્યા બાદ દુષ્કર્મની ઘટનામાં પકડાયેલા આરોપી રાહુલ ઝાટે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ કર્યા છે, પોલીસ પૂછપરછમાં રાહુલ ઝાટે ખુલાસાઓ કર્યા તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.
આરોપીએ કર્યા મોટા ખુલાસા
11 દિવસમાં યુવતીની હત્યા બાદ અલગ અલગ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી, તેણે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 25 દિવસમાં તેણે પાંચ જેટલી હત્યાઓ કરી હતી અને અલગ અલગ રાજ્યોમાં ટ્રેનની અંદર મુસાફરી કરી હોવાનું સામે આવ્યું હતું, પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેનાથી આરોપીએ આગળ શું શું કર્યું હતું અને આ ઘટનામાં આરોપી ક્યાંથી ક્યાં જઈને શું કરીને આવ્યો છે, તે તમામ જાણકારી મેળવવા માટે પોલીસ હવે 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રહી છે.
દુષ્કર્મ આચર્યા બાદ પોલીસ અને લોકો આવી જતા આરોપી ફરાર થઈ ગયો
આજ રોજ મોતીવાડા ખાતે ઘટના સ્થળ ઉપર આરોપીનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ પોલીસને અનેક ખુલાસાઓ કર્યા કે તે યુવતીનો પીછો કરીને તેની સાથે ઘટના સ્થળ સુધી આવ્યો હતો, ત્યારબાદ તેને યુવતીને પહેલા મારી નાખી અને ત્યારબાદ તેને અંદર લઈ ગયો હતો, વાડીમાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તે ફરી બહાર આવીને બેઠો હતો. ત્યારબાદ તેને ફરી યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીની બાજુમાં સૂઈ ગયો હતો અને બાદમાં ગુમ યુવતીની શોધ માટે આવેલા લોકોનો અવાજ સાંભળી તે ત્યાં વાડીમાં છુપાઈ ગયો હતો, આરોપી પોતાની બેગ લેવાની ફિરાકમાં હતો પરંતુ ઘટના અને પોલીસ અને લોકો પહોંચી જતા બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે 8000થી વધુ લોકોની પૂછપરછ કરી
પોલીસને આરોપીને ઝડપવા માટે તેની બેગ અને તેના બેગમાં રહેલા કપડાએ મહત્વની કડી બન્યા છે, પોલીસે 11 દિવસમાં 8000થી વધુ લોકોની પૂછપરછ કરી 1000 વધુ સીસીટીવી તપસ્યા હતા. હાલ આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને કડકથી કડક સજા થાય તેવી ગામના લોકો પણ માગ કરી રહ્યા છે અને પોલીસ પણ એવા પુરાવા શોધી આરોપીને કડક સજા મળે તે માટે તપાસ કરી રહી છે.
Source link