GUJARAT

Vadodaraમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પૂર બાદ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી યોજી બેઠક

  • ટ્રેન મારફતે ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા વડોદરા
  • પૂર બાદની સફાઇ કામગીરીઓનું નિરીક્ષણ
  • વડોદરાના ચારેય ઝોનમાં કર્યું નિરીક્ષણ

વડોદરામાં પૂરની સ્થિતિબાદ વડોદરમાં તમામ વોર્ડમાં ગંદકી અને પૂરના પાણીનો કચરો હતો,ત્યારે ગઈકાલ બપોરથી તમામ વોર્ડમાં સફાઈ કામદારોએ સફાઈ કરી વડોદરાને ચોખ્ખુ કર્યું છે,હર્ષ સંઘવી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા જયાં તેમણે પૂર બાદ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.ચારેય ઝોનમાં નિરીક્ષણ બાદ પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો સાથે તેમણે બેઠક યોજી હતી.

વડોદરામાં સ્થાનિકોએ લીધો હતો ધારાસભ્યનો ઉધડો

વડોદરામા પૂર બાદ સ્થિતિ બગડી હતી અને રોગાચાળો ફેલાવાની શકયતા રહેલી હતી,ત્યારે વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્રારા સાફ સફાઈ અભિયાન ચાલું કરી દેવામાં આવ્યું હતુ,હર્ષ સંઘવી મોડી રાત્રે ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર શહેરમાં સફાઈને લઈ તાગ મેળવ્યો હતો,હર્ષ સંઘવીએ તમામ સફાઈ કામદારોનો આભાર પણ માન્યો હતો અને તેમની કામગીરીના વખાણ કર્યા હતા.ત્યારે મોડી રાત્રે વડોદરા શહેરના પદાધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.

વડોદરા શહેરમાં સાફસફાઈ પૂર્ણ

વડોદરામાં શહેરમાં પૂર બાદ બે દિવસમાં સાફ સફાઈ પૂર્ણ કરવામાં આવી છે,સફાઈ કામદારો દ્રારા તમામ વોર્ડમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે.શહેરના લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટે તમામ પદાધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.હર્ષ સંઘવી રાતના 11.30થી સવારે 6 વાગ્યા સુધી વિવિધ ઝોનમાં ચાલતી સફાઇ અને પેચવર્કનું નિરીક્ષણ કર્યું તેમજ ઝોન લેવલે આયોજિત બેઠકમાં દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સાંસદ, મેયર, ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી બેઠકમાં હાજર રહ્યા હતા.

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા

વડોદરામાં પૂરના પાણી ઓસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,એક તરફ પૂરના પાણી અને બીજી બાજુ ગંદકીના દ્રશ્યોથી સ્થાનિકો હેરાન થઈ ગયા હતા,પરંતુ તંત્ર દ્રારા સારી વ્યવસ્થા કરાતા શહેરમાંથી પૂરના પાણી અને ગંદકી દૂર થઈ હીત.સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્રારા પણ વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તમામ અપડેટ મેળવાતું હતુ અને તેમણે રૂબરૂ મુલાકત લઈ લોકો સાથે ચર્ચા પણ કરી હતી.પૂર ઓસર્યા બાદ પ્રજાનો રોષ ફાટ્યો હતો અને પૂર માટે પાલિકા અને સરકારી તંત્ર જવાબદાર હોવા ઉપરાંત આફત સમયે રાહત અને બચાવ માટે આવ્યા ન હોવાનો આક્રોશ ઠાલવી મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટરોનો વિરોધ કરી હુરિયો બોલાવી ભગાડ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button