GUJARAT

Vadodaraમાં ડમ્પર ચાલક હીટ એન્ડ રન કરી ફરાર, યુવકનું ઘટના સ્થળે મોત

વડોદરામાં બેફામ ડમ્પર ચાલકે વધુ એક યુવાનનો ભોગ લીધો છે,અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે,મોડી રાત્રે ડમ્પરની અડફટે બાઇકચાલક યુવકનું મોત થયું છે.યુવક પર ડમ્પરનું ટાયર ફરી વળતા મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી,અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફુલ સ્પીડમાં નીકળી ગયો હતો.

લોકોના ઉમટયા ટોળા

37 વર્ષીય અમિત મકવાણા ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેના કારણ યુવાન નીચે પડયો અને ટાયર માથાના ભાગે ફરી વળ્યું હતુ જેના કારણે તેને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતુ,ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ ડમ્પર ચાલક તે પહેલા જ અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો,પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી પણ ચેક કર્યા છે.

સીસીટીવીના આધારે ઉકેલાશે ગુનો

આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો પોલીસે આસપાસના તેમજ ડમ્પર જે દિશામાં આગળ ગયું તે વિસ્તારના સીસીટીવી પણ ચેક કર્યા છે,પોલીસનો દાવો છે કે આરોપી ટૂંક સમયમાં પોલીસના હાથે ઝડપાઈ જશે,ત્યારે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહન સોંપવામાં આવશે,મહત્વનું છે કે ડમ્પર ચાલકો આવી રીતે બેફામ બનીને લોકોના જીવ લઈ રહ્યાં છે,પરંતુ પોલીસ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button