અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, TIME દ્વારા શ્રેષ્ઠ યાદીમાં સમાવેશ એ અદાણી ગ્રૂપની સખત મહેનત અને વ્યવસાયમાં આગળ વધવાની તત્પરતા અને શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટેના સતત પ્રયાસોનું પરિણામ છે.
અમેરિકાના પ્રતિષ્ઠિત TIME મેગેઝીને અદાણી ગ્રુપને 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં સામેલ કર્યું છે. આ યાદી અગ્રણી વૈશ્વિક ઔદ્યોગિક રેન્કિંગ અને આંકડાકીય પોર્ટલ ‘સ્ટેટિસ્ટા’ના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવક વૃદ્ધિ અને ટકાઉપણું પ્રત્યે અદાણી જૂથની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, TIME દ્વારા શ્રેષ્ઠ યાદીમાં સમાવેશ એ અદાણી ગ્રૂપની સખત મહેનત અને વ્યવસાયમાં આગળ વધવાની તત્પરતા અને શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટેના સતત પ્રયાસોનું પરિણામ છે.
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે TIME ની આ સૂચિ ત્રણ મુખ્ય પરિમાણોના ઊંડાણપૂર્વક વિશ્લેષણ પર આધારિત છે.
1) કર્મચારી સંતોષઃ 50 થી વધુ દેશોમાં લગભગ 1 લાખ 70 હજાર સહભાગીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આમાં, કંપનીઓનું મૂલ્યાંકન પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામ કરવાની પરિસ્થિતિઓ, પગાર, સમાનતા અને છબીના આધારે કરવામાં આવ્યું હતું.
2) આવક વૃદ્ધિ: 2023માં US$100 મિલિયનથી વધુની આવક ધરાવતી અને 2021 થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
3) ટકાઉપણું (ESG): સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ આકારણીમાં અદાણી ગ્રૂપના 11માંથી 8 પોર્ટફોલિયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર જૂથના વ્યાપક પ્રદર્શનને દર્શાવે છે. બાકીની 3 લિસ્ટેડ કંપનીઓ આ 8 કંપનીઓની પેટાકંપની છે.”
TIME એ આ કંપનીઓને વર્લ્ડ બેસ્ટ બિઝનેસ 2024ની યાદીમાં સ્થાન આપ્યું છે:-
1. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ
2. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ
3. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ
4. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ
5. અદાણી ટોટલ ગેસ લિમિટેડ
6. અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ
7. અદાણી પાવર લિમિટેડ
8. અદાણી વિલ્મર લિમિટેડ
Source link