ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. આર અશ્વિન આ મેચમાં ભારતનો સૌથી ઉપયોગી ખેલાડી સાબિત થયો હતો. પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેણે બોલિંગમાં પણ મોરચો ખોલ્યો હતો. અશ્વિનના જોરદાર પ્રદર્શન બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. આ દરમિયાન ભારતીય બોલરે રિષભ પંત વિશે મોટી વાત કહી હતી.
મેચ બાદ અશ્વિનનું મોટું નિવેદન
પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશના બોલરોની ધોલાઈ કરી હતી. તેણે ટેસ્ટમાં ODIની જેમ બેટિંગ કરી અને સદી પણ ફટકારી. પંતની સદી એટલા માટે પણ ખાસ બની કારણ કે તે લગભગ 2 વર્ષ બાદ ભારત માટે ટેસ્ટ રમવા આવ્યો હતો. આર અશ્વિન પણ પંતની બેટિંગથી પ્રભાવિત થયો હતો. તેણે પંત વિશે કહ્યું કે મને નથી લાગતું કે રિષભ પંતના ફોર્મ અને ક્ષમતા પર ક્યારેય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય. પંતે જે રીતે વાપસી કરીને પોતાની જાતને શાનદાર રીતે રજૂ કરી તે લાજવાબ છે. આ એક ચમત્કાર છે, જે કદાચ ભગવાન દ્વારા મોકલવામાં આવ્યો છે.
ડિસેમ્બર 2022માં પંતનો કાર અકસ્માત થયો હતો. જેના કારણે તેને લગભગ 14 મહિના સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહેવું પડ્યું હતું. હવે પંતે ટેસ્ટમાં વાપસી કરી છે અને પોતાની શાનદાર બેટિંગથી માત્ર અશ્વિનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે.
ચેન્નાઈ ટેસ્ટમાં પંતનું પ્રદર્શન
પ્રથમ દાવમાં પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. જોકે બીજી ઇનિંગમાં તેણે 128 બોલમાં 119 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન પંતે 13 ફોક અને 4 સિકસની મદદથી 85.15ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.
Source link