‘પુષ્પા 2’ એ તેની જબરદસ્ત કમાણી સાથે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. અલ્લુ અર્જુન દ્વારા ભજવાયેલ પાત્ર પુષ્પરાજની પોપ્યુલારિટી આજે પણ એક અલગ લેવલ પર છે. ફિલ્મ રિલીઝ થયાને બે મહિના થઈ ગયા છે, પરંતુ ફેન્સમાં પુષ્પરાજનો ક્રેઝ હજુ પણ ઓછો થઈ રહ્યો નથી.
મેચ દરમિયાન જોવા મળ્યો પુષ્પાનો સ્વેગ
તાજેતરમાં નાગપુરમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં પણ પુષ્પરાજનું ખાસ આકર્ષણ જોવા મળ્યું. અહીંયા અલ્લુ અર્જુન વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ તેના એક ફેન વિશે વાત કરી રહ્યા છીએ, જે એક્ટરના ગેટઅપમાં જોવા મળ્યો હતો. આ ફેન્સનો અંદાજ બિલકુલ ફિલ્મમાં ગંગામ્મા જતારાના શો દરમિયાન અલ્લુ અર્જુન જેવો જ હતો. એ જ ગેટઅપ, એ જ સ્વેગ અને એ જ સ્ટાઈલ સાથે, આ ફેને દર્શકોનું ધ્યાન પણ ખેંચ્યું.
વાયરલ થયો વીડિયો
પુષ્પરાજનો ગેટઅપ જોઈને સ્ટેડિયમમાં હાજર કેમેરા ક્રૂએ પણ સંપૂર્ણપણે આ ફેન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર આ ફેનનો ગેટઅપ આવતાની સાથે જ ત્યાં હાજર લોકો ઉત્સાહમાં આવી ગયા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
પુષ્પા 2 ધ રૂલ: બોક્સ ઓફિસ પર, ફિલ્મે બધી ભાષાઓમાં 1233.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે હિન્દી ભાષામાં ₹811.98 કરોડની કમાણી કરી છે. આ પહેલા કોઈ પણ હિન્દી ભાષાની ફિલ્મે આટલી કમાણી કરી નથી.
નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે અલ્લુ અર્જુન
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અલ્લુ અર્જુન ટૂંક સમયમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસ કરશે. પરંતુ ફિલ્મ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.