- ઓલિમ્પિક દળના 117 ખેલાડીઓ PM મોદીને મળશે
- ઓલિમ્પિક 2024માં ભારતે 6 મેડલ મળ્યા
- મેડલ વિજેતાઓ સાથે PM મોદી કરશે વાતચીત
આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો છે. 78માં સ્વતંત્રતા દિવસના પર્વ પર PM મોદીએ તેમના ભાષણમાં ઓલિમ્પિકના ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આજે 1 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. ઓલિમ્પિક દળના 117 ખેલાડીઓ વડાપ્રધાનને મળી વાતચીત કરશે. નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે 6 મેડલ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વાતચીત કરશે.
ઓલિમ્પિકમાં ભારતનો પરચમ લહેરાયો છેઃ PM
78માં સ્વતંત્રતા દિવસના પર્વ પર PM મોદીએ 100 મિનિટથી વધુ લાંબુ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે દરેક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી. તેમણે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી અને દેશ સમક્ષ આવનારા વર્ષોનો રોડમેપ પણ રજૂ કર્યો. તેમણે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને 2036 ઓલિમ્પિકની યજમાની અંગે પણ આશા વ્યક્ત કરી હતી.
PM મોદીએ 2036 ઓલિમ્પિક વિશે શું કહ્યું?
PM મોદીએ કહ્યું કે, ભારતે G20 દેશોની બેઠકની યજમાની કરી છે. 200 થી વધુ કાર્યક્રમો કર્યા. આનાથી એક વાત સાબિત થઈ છે કે ભારત સૌથી મોટી ઈવેન્ટ્સનું પણ આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ભારતની યજમાનીનો કોઈ જવાબ નથી. આવી સ્થિતિમાં ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.
2024 ઓલિમ્પિક 2024માં ભારતે 6 મેડલ જીત્યા
નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિક 2024માં 117 ભારતીય ખેલાડીઓની ટુકડીએ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. ભારતીય ટુકડીએ છ મેડલ સાથે મેડલ ટેલીમાં 71મું સ્થાન મેળવ્યું હતું, જેમાં એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે પહેલું મેડલ શૂટિંગમાં મેળવ્યું હતું, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. તેમની સાથે સરબજોત સિંહ પણ ટીમમાં હતો.
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો
સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ભારતને ત્રીજુ બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. ત્યારબાદ મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. આ પછી કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
Source link