- 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી
- લાલ કિલ્લા ખાતે પીએમ મોદીએ 11મી વખત કર્યુ ધ્વજવંદન
- આ વખતે પીએમ મોદીની પાઘડી રહી ચર્ચામાં
ભારત આજે 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી તેમના પોશાક અને પાઘડીના કારણે સમાચારમાં રહે છે. તેની પાઘડી બાંધવાની શૈલી પણ સૌથી આકર્ષક છે. તેઓ તેમના પ્રથમ કાર્યકાળ (2014) થી તેમના ત્રીજા કાર્યકાળ (2024) સુધી દર વર્ષે અલગ પાઘડી પહેરતા જોવા મળે છે. ત્યારે આ વખતે પણ તેમની પાઘડીએ આકર્ષણ જમાવ્યું હતું.
પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર
પીએમ મોદીના સાફાની આ વખતે કંઇક અલગ જ સ્ટાઇલ જોવા મળી. ગુજરાતીમાં કહીએ ને લહેરિયા.. તેની પાઘડી પહેરેલી જોવા મળી. પીએમ મોદી ભગવા, લીલા અને પીળા રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા. આ પાઘડીની સાથે તેણે સફેદ રંગનો કુર્તા-પાયજામા અને વાદળી રંગની કોટી પહેરી છે. અહીં આપણે સ્વતંત્રતા દિવસ પર તેમની પાઘડીની ખાસિયત વિશે જાણીશું.
રાજસ્થાની પાઘડીમાં સજ્જ
PM મોદીએ લહેરિયા પ્રિન્ટની પાઘડી પહેરી છે જે રાજસ્થાનની પરંપરાગત ડિઝાઇન છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતી વખતે ઘણી વખત રાજસ્થાની પાઘડી પહેરી છે. ગયા વર્ષે 2023માં પણ પીએમ મોદીએ રાજસ્થાની પાઘડી પહેરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ મલ્ટી-કલર બાંધણી પ્રિન્ટવાળી રાજસ્થાની પાઘડી પહેરી હતી. 2014માં બીજેપી સત્તામાં આવી ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીની પાઘડીની પસંદગી ભારતની સમૃદ્ધ વિવિધતા અને સંસ્કૃતિને દર્શાવે છે. પીએમ મોદીની પાઘડીમાં ઘણા રંગો હોવા છતાં નારંગી રંગ સૌથી વધુ જોવા મળે છે. નારંગી રંગને ભગવાન રામનો પ્રિય રંગ માનવામાં આવે છે. આ કારણે તેમની પાઘડીને ભગવાન રામના રંગ સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 22 જાન્યુઆરીએ તેમણે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. રામલલાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.
Source link