- સોલર એનર્જીને લઇને ભારત એક્ટિવ
- ભારતની સોલર ક્ષમતા પહોંચી 15 ગીગાવોટ
- ગત વર્ષની સરખામણીએ 282 ટકા વધારે
સોલર એનર્જીને લઇને ભારત ઘણુ જ સતર્ક છે. દેશના મોટા મોટા ઉદ્યોગપતિ જેવા કે ટાટા, અદાણી, અંબાણી સહિત તમામ ગ્રુપ આ સેક્ટરમાં ઘણુ ઝડપી રોકાણ કરી રહ્યા છે. જેનું પરિણામ પણ દેશને જોવા મળી રહ્યુ છે. છેલ્લા 6 મહિનામાં તો ભારતે સોલર એનર્જીને લઇને મોટો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. જાન્યુઆરી-જૂન, 2024ના પ્રથમ 6 માસમાં દેશમાં લગભગ 15 ગીગાવોટની વિક્રમી સૌર ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. વિલંબથી ચાલી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં કામમાં ઝડપથી આમ થયું . વર્ષ 2023માં સમાન સમયગાળામાં દેશમાં 3.89 ગીગાવોટ સોલર ક્ષમતાનો ઉમેરો થયો હતો.
ભારતે સૌર ઉર્જા પર રેકોર્ડ બનાવ્યો
અમેરિકામાં આવેલી સંશોધન ફર્મ મેરકોમ દ્વારા તેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 6 માસમાં ભારતની સોલર ક્ષમતાની સ્થાપના 15 ગીગાવોટ સુધી પહોંચી ગઇ છે. જે અગાઉના તમામ વર્ષોના રેકોર્ડને વટાવી ગયુ છે. જે ગયા વર્ષના પ્રથમ છ મહિનાની સરખામણીએ 282 ટકા વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોલાર યુનિટના ડેવલપર્સે વિલંબિત પ્રોજેક્ટ શરૂ કરવામાં ઝડપ દર્શાવી હતી. જૂન 2024 સુધીમાં ભારતની કુલ સ્થાપિત સૌર ક્ષમતા 87.2 GW સુધી પહોંચવાની ધારણા છે જેમાં યુટિલિટી-સ્કેલ પ્રોજેક્ટ્સનું યોગદાન લગભગ 87 ટકા છે. રૂફટોપ સોલાર એનર્જીનું યોગદાન 13 ટકાથી વધુ હતું. ભારતની સ્થાપિત પાવર ક્ષમતામાં સૌર ઉર્જાનું યોગદાન 19.5 ટકા અને કુલ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 44 ટકાથી વધુ છે. મોટા પાયે સોલાર પ્રોજેક્ટ્સની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે લગભગ 26 ટકા અને ત્રિમાસિક ધોરણે બે ટકા ઘટી છે.
કેવી રીતે લક્ષ્ય થશે પૂર્ણ
મેરકોમ કેપિટલ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રાજ પ્રભુએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સની મજબૂત પાઇપલાઇન અને ઝડપથી વધતી ટેન્ડર પ્રવૃત્તિને સમયસર અમલમાં મૂકવા માટે એ મહત્વનું છે કે અમે ઘટકોના પુરવઠા અને ગ્રીડ કનેક્ટિવિટી પડકારોને સક્રિયપણે સંબોધિત કરીએ જેથી કરીને અમે 2030 સુધીમાં પડકારોને પહોંચી વળવા માટે 280 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંકને પહોંચી વળવા સક્ષમ બનશે. વર્ષ 2024 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ 41.4 ગીગાવોટ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં જાહેર કરાયેલી ટેન્ડર ક્ષમતા કરતાં 51 ટકા વધુ છે.
Source link