બુધવારે રાત્રે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનુ 86 વર્ષની વયે નિધન થયુ છે. મંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અણધાર્યા નિધનથી રાજકીય જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. કેન્દ્ર અને રાજ્યના દિગ્ગજ મંત્રીઓએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી શોક વ્યક્ત કર્યો છે. ત્યારે પૂર્વ મંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપતા રતન ટાટા સાથેની ધણી યાદો તાજા કરી છે.
રતન ટાટાને યાદ કરતા પૂર્વ મંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અમુક સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યુ કે, લગભગ 20 વર્ષ સુધી ઘણીવાર મારે તેમની સાથે મળવાનું થયું છે. વાયબ્રન્ટ સમિટમાં પણ અમારે ઘણીવાર મળવાનુ થતુ હતુ. તેમની સાથે જ્યારે પણ મળવાનુ થાય ત્યારે તેઓ ખૂબ જ સહજતાથી વાત કરતા હતા. તેઓ હંમેશા દેશના હિતની વાત કરતા અને દેશહિત માટે કામ કરતા હતા. ગુજરાત માટે રતન ટાટાને વિશેષ લાગણી હતી. તેમની ખાસીયત હતી કે, તેઓ જે બોલતા હતા તે કરતા હતા અને હેમાશા દેશના હિતમાં સારૂ હોય એ જ કરતા હતા. તેઓ જ્યારે રિટાયર્ડ થયા હતા ત્યારે મેં તેમને ફોન કર્યો હતો, ત્યારે તેઓ પૂનામા હતા. રિટાયર્ટ થયા પછી પણ તેઓ સત્તત કામ કરતા રહેતા હતા.
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ દેશ માટે ઘણા હિતકારી કામો કર્યા છે. તેમણે દેશમાં ઔધોગિક અને સામાજિક ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપ્યુ છે. રતન ટાટાનુ સાદુ અને સરળ જીવન દરેક લોકો માટે ઉદાહરણ સમાન છે. આજે દેશએ સાચા અર્થમાં દેશનુ રતન ગુમાવ્યું છે.
Source link