SPORTS

Sports: એશિયન TTમાં ભારતની મેન્સ ટીમે સતત ત્રીજો બ્રોન્ઝ જીત્યો

ભારતની વિમેન્સ ટેબલટેનિસ ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતની મેન્સ ટીમે પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કઝાકિસ્તાનના અસ્તાના ખાતે રમાયેલી એશિયન ટેબલટેનિસ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારતને ચાઇનીઝ તાઇપેઇ સામે 0-3ના સ્કોરથી પરાજયનો સામનો કરવો પડયો હતો.

એશિયન ટેબલટેનિસમાં મેન્સ ટીમે સતત ત્રીજો મેડલ જીત્યો છે. ભારતે 2021 તથા 2023ની સિઝનમાં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ઓવરઓલ ઉપખંડની ટેબલટેનિસ ઇવેન્ટમાં ભારતનો આ સાતમો મેડલ છે અને આ તમામ બ્રોન્ઝ મેડલ છે. પાંચ વખતના ઓલિમ્પિયન તથા વિશ્વના 42મા ક્રમાંકિત શરથ કમલે વિશ્વના 11મા ખેલાડી લિન યૂન જૂ સામે પ્રથમ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેનો 11-7, 12-10, 11-9ના સ્કોરથી પરાજય થયો હતો. માનવ ઠક્કરનો 22મા ક્રમાંકિત કાઓ ચેંગ જૂઇ સામે 11-9, 8-11, 11-3, 13-11થી તથા હરમિત દેસાઇનો હુઆંગ યાન ચેંગ સામે 6-11, 8-11, 7-11થી પરાજય થતાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button