NATIONAL

Indian Railway: રેલ્વે મંત્રીએ જણાવ્યો વેઈટિંગ ટિકિટ કન્ફર્મ કરવાનો સરળ ઉપાય

ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરવાવાળો વર્ગ બહુ મોટો છે. આરામદાયક રીતે ફરવા,નોકરીના અપડાઉન તેમજ બીજા રાજ્યોમાં રહેતા લોકો માટે વતન અવરજવર કરવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. ભારતીય રેલમાં ટિકિટ કન્ફર્મ કરી પ્રવાસ કરી શકાય છે પરંતુ ઘણીવાર વધુ ધસારાને કારણે ટિકિટ વેઈટિંગમાં રહે છે.  જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ કન્ફર્મ ન થાય તો રિઝર્વ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. ત્યારે હાલમાં રાજ્યસભામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ કરવા માટેનો સરળ ઉપાય જણાવ્યો છે.

ભારતીય રેલ્વેમાં ઓપ્શન સ્કીમ

ભારતીય રેલ્વે દ્વારા નવા સુધારા થઈ રહ્યા છે તેવામાં ડિમાન્ડ પેટર્ન અને ઓપ્શન સ્કીમ રેલ્વે વિભાગ દ્વારા અમલમાં મૂકાયું છે. જેની જાણ લગભગ બહુ ઓછા લોકોને છે. રેલ્વે વિભાગ વેઇટિંગ લિસ્ટની ટિકિટો જાહેર કરે છે જેથી રિઝર્વેશન રદ કર્યા પછી ખાલી પડેલી સીટોનો મહત્તમ ઉપયોગ કરી શકાય.વધુમાં વેઇટિંગ લિસ્ટ રેલ્વેને ડિમાન્ડ પેટર્નનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તો ભારતીય રેલ્વેની વિકલ્પ યોજના મુસાફરો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે દુવિધામાં રહે છે. 

રેલવે મંત્રીએ જવાબ આપ્યો

રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય ફૌઝિયા ખાનના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 57,209 મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો આપવામાં આવી હતી. આ સ્કીમ 2016 માં વેઇટલિસ્ટ મુસાફરોને કન્ફર્મ સીટો પ્રદાન કરવા અને ઉપલબ્ધ સીટોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

કોણ લઈ શકે લાભ ?

2016 થી લાગુ આ સ્કીમ સફળ હોઈ ફૌઝિયા ખાને સરકારને વિકલ્પ યોજનાને ઉચ્ચ માંગવાળા માર્ગો પર તેના વિસ્તરણ વિશે પૂછ્યુ હતુ. રેલ્વે મંત્રીએ કહ્યું કે આ યોજના અખિલ ભારતીય સ્તર પર લાગુ છે અને આ હેઠળ ફક્ત તે મુસાફરોને જ લાભ મળે છે જેમણે ટિકિટ બુકિંગ સમયે વિકલ્પ યોજના પસંદ કરી છે.

મુસાફરોને કેવી રીતે લાભ મળે છે?


રેલ્વે વિભાગની પહેલ ઓપ્શન યોજના મુસાફરોને તેમની મૂળ ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળે તો તે જ રૂટ પર ચાલતી વૈકલ્પિક ટ્રેનોમાં સીટો પૂરી પાડે છે.એટલે કે ઓપ્શન યોજના દ્વારા મુસાફરો વધારાના વિકલ્પ તરીકે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. જો કે ઓપ્શન સ્કીમ કન્ફર્મ સીટની ગેરંટી આપતું નથી પરંતુ તે કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતાઓને વધારે છે. ટિકિટ બુક કરતી વખતે, જો કોઈ પેસેન્જરને વેઇટિંગ લિસ્ટ ટિકિટ મળે છે, તો તે ઓપ્શન સ્કીમ પસંદ કરી શકે છે. જો ઓપ્શન યોજના હેઠળ અન્ય ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો મુસાફરને જાણ કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે જે મુસાફરોને તાત્કાલિક મુસાફરી કરવી હોય તેમના માટે આ સુવિધા ખૂબ જ ફાયદાકારક છે.

રેલ્વે વિભાગને પણ આ સ્કીમથી ફાયદો

આ ઉપરાંત આ યોજના રેલવેને ખાલી બેઠકોનો વધુ સારો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. નાણાકીય વર્ષ 2023-24માં 57,209 મુસાફરો દ્વારા વિકલ્પ યોજનાનો લાભ લઈ મુસાફરી કરી હતી જે આ યોજનાની સફળતા દર્શાવે છે. ભારતીય રેલ્વે મુસાફરોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા અને મુસાફરીનો અનુભવ સરળ બનાવવા માટે આવી યોજનાઓ પર સતત કામ કરી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વેઇટિંગ લિસ્ટની સમસ્યાને ઘટાડવાનો અને મુસાફરોને કન્ફર્મ મુસાફરી માટે વિકલ્પ આપવાનો છે. ઉચ્ચ માંગવાળા માર્ગો પર તેના વિસ્તરણથી ભવિષ્યમાં વધુ મુસાફરોને ફાયદો થવાની સંભાવના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button