GUJARAT

Indian Railway: આબુ રોડ જતી આ ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કારણ

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ સેક્સન વચ્ચે બ્રિજ નંબર 797 કિમી 601/8-9 પર આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

  1. 17 ડિસેમ્બર, 2024ના રોજ, જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  2. 18 ડિસેમ્બર 2024ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડથી શોર્ટ ઓરિજીનેટ થશે અને સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

રીશેડ્યુલ (લેટ) ટ્રેન

  1. 16મી ડિસેમ્બર 2024ના રોજ શ્રીગંગાનગરથી ચાલતી ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી 4.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
  2. 17 ડિસેમ્બર 2024ના રોજ લાલગઢથી ચાલતી ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
  3. 17મી ડિસેમ્બર 2024ના રોજ ભગત કી કોઠીથી ચાલતી ટ્રેન નંબર 11089 ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ ભગત કી કોઠીથી 03.30 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.

રેગ્યુલેટ (લેટ) ટ્રેન

  1. 17 ડિસેમ્બર, 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસને માવલ સ્ટેશન પર 12 મિનિટ રેગ્યુલેટ થશે.
  2. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
  3. 31મી ડિસેમ્બરથી રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે બંધ રહેશે

અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક (કિમી.776/4-5) ની જગ્યાએ રોડ અંડર બ્રિજ (આરયુબી) નિર્માણ થઇ ગયું છે. તદનુસાર 31 ડિસેમ્બર, 2024 થી આ રેલ્વે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button