બિહારના નવનિર્મિત રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે 11મીથી 20ની નવેમ્બર સુધી રમાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે સલીમા ટેટેના નેતૃત્વમાં 18 સભ્યની ભારતીય વિમેન્સ હોકી ટીમ જાહેર કરવામાં આવી છે. નવનીત કૌર ટીમની ઉપસુકાની રહેશે. ભારતે ગયા વર્ષે રાંચી ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું હતું પરંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે.
આ ટૂર્નામેન્ટમાં ભારતે ડિફેન્ડિંગ ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ચીન, જાપાન, કોરિયા, મલેશિયા તથા થાઇલેન્ડ સહિત પાંચ અન્ય દેશોના પડકારનો સામનો કરવો પડશે. ભારત 11મીએ મલેશિયા સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમની પસંદગી અને ટૂર્નામેન્ટની તૈયારી અંગે સલીમાએ જણાવ્યું હતું કે વધુ એક મોટી ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરવા માટે આતુર છું. અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરીશું જે એક વિશેષતા રહેશે. નવનીત કૌર, સંગીતાકુમારી, દીપિકા, પ્રીતિ દૂબે તથા બ્યૂટી ડુંગડુંગ આક્રમકતા ટીમને સફળતા અપાવશે.
Source link