NATIONAL

Delhi: ઓલિમ્પિક 2036 માટે ભારતનો દાવો

ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને 2036ની ઓલિમ્પિકની યજમાની કરવા માટે એક ડગલું ભરીને પોતાની કાર્યવાહીને વેગવંતી બનાવી છે. આથી અમદાવાદને હોસ્ટ કરવાની તક મળી શકે છે.

2036ની ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની યજમાનીના અધિકાર હાંસલ કરવા માટે આઇઓએ દ્વારા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિને (આઇઓસી)ને એક ઓલિમ્પિક યોજવા માટેની ઇચ્છા દર્શાવતો આશય પત્ર મોકલ્યો છે જે પહેલી ઓક્ટોબરે સોંપવામાં આવ્યો હતો. ભારત લાંબા સમયથી 2036ની ઓલિમ્પિકની યજમાની કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ ઘણી વખત આ અંગે પોતાના વિચાર વ્યક્ત કરી ચૂક્યા છે. ભારત હવે પોતાના અભિયાનને વધારે વેગવંતુ બનાવી ચૂક્યું છે. કેટલાક સમય પહેલાં મુંબઇ ખાતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિની એક બેઠક પણ યોજાઈ હતી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ન્યૂયોર્કના ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પણ તેમણે જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક કેટલાક સમય પહેલાં જ સમાપ્ત થઈ છે અને આગામી ઓલિમ્પિકનું યજમાન અમેરિકા છે. તમે ઘણી જલદીથી ભારતને ઓલિમ્પિકની યજમાની કરતું જોઈ શકશો. અમે 2036ની ઓલિમ્પિકની યજમાની હાંસલ કરવા માટેના સંભવિત તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. મોદીએ સ્વતંત્રતા દિવસે પણ લાલ કિલ્લા ઉપરથી દેશને સંબોધતિ વખતે 2036ની ઓલિમ્પિક અંગે વિચાર વ્યક્ત કર્યો હતો.

યજમાની સોંપણીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે

ઓલિમ્પિકના અધિકારીઓ દ્વારા યોજવામાં આવતી યજમાનીની પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. બ્રિસબેનને 11 વર્ષ પહેલાં 2032ની ઓલિમ્પિકની યજમાની સુપરત કરવામાં આવી છે જેમાં કથિત વોટની હેરાફેરી અંગે ફ્રાન્સ દ્વારા કરવામાં આવેલી તપાસ પણ સામેલ છે. 2016 અને 2020ની ઓલિમ્પિક બિડિંગ પ્રક્રિયામાં પણ આઇઓસી સભ્ય દેશો પાસેથી વોટ ખરીદવાના આક્ષેપો પણ થયા હતા.

અમદાવાદમાં છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે

2036ની ઓલિમ્પિક ગુજરાતમાં યોજાશે અને તેમાં અમદાવાદ સિટી મુખ્ય હિસ્સો રહેશે. અમદાવાદમાં હાલ મલ્ટિપલ રમતોવાળા છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે. આ માટે ગુજરાત સરકાર સંભવિત છ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ત્રણ મહિના પહેલાં ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ સમિતિની પણ રચના થઈ ચૂકી છે. મોટેરા વિસ્તારમાં લગભગ 350 એકરમાં જે કોમ્પ્લેક્સ તૈયાર થશે તેનો સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તરીકે વિકાસ કરવામાં આવશે.

યજમાની મળશે તો સ્વદેશી રમતોને પ્રાધાન્ય મળશે

ભારતને 2036ની ઓલિમ્પિકની યજમાની મળશે તો તે કેટલીક ગેમ્સનો ઉમેરો કરશે જેમાં યોગ, ખો-ખો, કબડ્ડી, ચેસ, ટી20 ક્રિકેટ અને સ્ક્વોશનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મિશમ ઓલિમ્પિક સેલ (એમઓસી)ના નવા રમતમંત્રી મનસુખ માંડવિયાએ ઓલિમ્પિકની યજમાની હાંસલ કરવા માટેના કેટલીક જરૂરી ભલામણો અંગે એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો છે.

અન્ય કયા દેશ રેસમાં

ઓલિમ્પિક 2036ની યજમાનીની રેસમાં ભારત ઉપરાંત ઇજિપ્ત, ઇંગ્લેન્ડ, ઇન્ડોનેશિયા અને કતારે પણ રમતોનો મહાકુંભની યજમાની કરવા માટે રસ દાખવ્યો છે. ઓલિમ્પિકના અધિકારીઓએ સમર્થન આપ્યું છે કે ઓક્ટોબરની મધ્યથી ઓલિમ્પિક બિડિંગ માટે રસ દાખવી રહેલા 10 સંભવિત દેશો સાથે તેઓ ચર્ચામાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button