ટાટા, રિલાયન્સ, અદાણી, બજાજ, એવી બિરલા, મહિન્દ્રા જેવા ભારતીય ઉદ્યોગ જગતના છ અગ્રણી જૂથોના આવક અને નફાના આંકડા તો ઘણાં આકર્ષક જણાયા હતા પણ રોજગારી ઉપલબ્ધ કરાવવાના આંકડા ખૂબ જ ઉદાસીન જણાયા હતા.
એટલે કે, આ ઉદ્યોગ જૂથો રેવન્યૂ અને નફા મામલે સૂરા રહ્યા હતા પણ ભારતીયોને નોકરીઓ આપવામાં પાછળ રહ્યાં હતા. આ ઉદ્યોગ ગ્રુપ સંયુક્ત રીતે રૂ.100 લાખ કરોડની બજાર મૂડીના માઈલસ્ટોનની નજીક છે. દસમી સપ્ટેમ્બરના રોજ આ ટોચના જૂથોની સંયુક્ત બજાર મૂડી રૂ.99.2 લાખ કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રેવન્યૂ અને પ્રોફિટ જેવા મહત્વના માપદંડોને અનુસરવામાં આ જૂથોનો ગ્રોથ સ્થિર જણાયો હતો. એટલે કે, આ જૂથોના આવક અને નફાના આંકડા સારા રહ્યા હતા. 2023-24માં આ જૂથોની રેવન્યૂ 7.3 ટકાના દરે વધી હતી. જ્યારે નફામાં વધારાનો દર 22.3 ટકા રહ્યો હતો. તેમજ બજાર મૂડી પણ 43.8 ટકાના દરે વધી હતી. પણ આ ઉદ્યોગ જૂથો દ્વારા લોકોને નોકરી આપવાના દરમાં ધીમો -0.2 ટકાનો જ વધારો જોવા મળ્યો હતો. ભારતના ટોચના આ છ ઉદ્યોગ જૂથોની શેર માર્કેટમાં કુલ 69 કંપનીઓ લિસ્ટેડ છે. જેમાં 2022-23માં કર્મચારીઓની સંખ્યા 17.4 કરોડ નોંધવામાં આવી હતી. જે પ્રમાણ 2023-24માં નજીવું ઘટી 17.3 કરોડ થયું હતું, એમ વાર્ષિક ડેટાના આધારે જાણી શકાયું હતું.
અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રોજગારી આપવામાં માત્ર આ છ જૂથો જ પાછળ રહ્યા છે તેવું નથી, અન્ય કંપનીઓના મામલે પણ ચિત્ર ઘણું ચિંતાજનક છે. રોજગારી ઉપલબ્ધ કરાવવા મામલે 1,196 કંપનીઓના હાથ ધરાયેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, 2022-23માં રોજગારી પૂરી પાડવાના દરમાં 5.7 ટકાનો વધારો થયો હતો તે 2023-24માં ઘટીને 1.5 ટકા જ જોવા મળ્યો હતો.
Source link