ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ સિરીઝમાં, બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પોતાની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કરશે.
T20 સિરીઝ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન ઈંગ્લેન્ડે પ્રથમ વનડે મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
આ ખેલાડી પર રહેશે ફેન્સની નજર
ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સતત મોટા રેકોર્ડ બનાવી રહ્યો છે. તેનો ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 2023ના વર્લ્ડકપમાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું. આ પરિસ્થિતિમાં, તે હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધૂમ મચાવવા માંગશે. રૂટની વાપસી સાથે, ઈંગ્લેન્ડની બેટિંગ વધુ મજબૂત બની છે.
ભારત સામેની પ્રથમ વનડે માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝનું શેડ્યુલ (3 વનડે)
ભારત વિ ઈંગ્લેન્ડ, પહેલી વનડે: 06 ફેબ્રુઆરી 2025, નાગપુર (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ભારત વિ ઈંગ્લેન્ડ, બીજી વનડે: 09 ફેબ્રુઆરી 2025, કટક (બારાબાતી સ્ટેડિયમ)
ભારત વિ ઈંગ્લેન્ડ, ત્રીજી વનડે: 12 જાન્યુઆરી 2025, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.