હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ.ના વિવિધ વિભાગો તેમજ વહિવટી કચેરીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મહેકમમાં રહેલી વધઘટ અંગે સૌ પ્રથમ વખત ઓડીટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેનો ત્રણ સભ્યોની કમિટી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉત્તર ગુજરાત યુનિ. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફમાં મોટા ભાગની સરકારી જગ્યાઓનું મહેકમ ખાલી છે. જેને લઈને યુનિવર્સિટીના વહિવટી કચેરીઓમાં તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા જુદાજુદા 18 જેટલા વિભાગોમાં કર્મચારીઓની ઘટના પટલે આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓ તેમજ 11 માસના કરાર આધારિત કર્મચારીઓની જગ્યાઓ ભરીને વહિવટી કામકાજ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.કે.સી.પોરીયા દ્વારા યુનિવર્સિટીમાં વહિવટી કચેરીઓ અને જુદાજુદા વિભાગોમાં હાલમાં બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કમર્ચારીઓની કેટલી જગ્યાઓ ભરાયેલી છે કેટલી જગ્યાઓ ખાલી છે. સરકારી કર્મચારીઓનું મહેકમ કેટલું છે. તેમજ સરકારી કમર્ચારીઓ સિવાયના અન્ય ખાનગી કર્મચારીઓ કેટલા ફરજ બજાવી રહ્યા છે. વિગેતે બાબતોનું વાસ્તવીક મહેકમની વિગતો મળી રહે તે માટે ત્રણ સભ્યોની કમિટી દ્વારા સમગ્ર મહેકમનું સૌપ્રથમ વખત ઓડીટ કરાવવામાં આવી રહ્યું છે. આજથી આ ત્રણ સભ્યોની કમિટી દ્વારા યુનિવર્સિટીના મહેકમ વિભાગને સાથે રાખીને ઓડીટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી
યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી મહેકમ કમિટીમાં જીટીયુના રજિસ્ટાર કે.એન.ખેર, કમિશનર ઓફ એજ્યુકેશન નિવૃત્ત અધિકારી રાજેશ મહાદેવીયા, વીર નર્મદ યુનિ. સુરતના આસી.રજિસ્ટાર ર્ડા.હિતેશ વાઘેલાની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
પ્રથમવાર મહેકમનું ઓડિટ થશે
યુનિવર્સિટીમાં કુલપતિએ જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી સાથે 700થી વધુ કોલેજો જોડાયેલી છે. સામે યુનિવર્સિટીમાં રેગ્યુલર સ્ટાફની કમી છેલ્લા ઘણા સમયથી છે સામે યુનિવર્સિટીના એકેડેમી વિભાગમાં પ્રવેશ, એનરોલમેન્ટ જેવી મોટી કામગીરી કરવાની હોય છે. પરીક્ષા વિભાગમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સતત ચાલુ હોય છે. વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવાના હોય છે જેના કારણે યુનિવર્સિટી ઉપર સતત કામનું ભારણ રહેતું હોય છે. ત્યારે જે રીતે કચેરીઓનું કાઈનાન્સિયલ ઓડીટ થતું હોય છે તે રીતે યુનિવર્સિટીના મહેકમનું ઓડીટ થાય તે દિશામાં યુનિવર્સિટી આગળ વધી રહી છે. યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોની સાથે સાથે શૈક્ષણિક વિભાગોમાં પણ વાસ્તવિક કેટલા કર્મચારીઓની જરૂરિયાત છે કેટલાક કર્મચારીઓ હાલમાં ફરજ બજાવી રહેલા છે તે સમગ્ર બાબતનું ચોક્કસ ઓડીટ થાય તે અને તે ઓડીટ પછી આપણી પાસે ચોક્કસ ડેટા મળશે તેમજ ભવિષ્યમાં સરકાર પાસે જ્યારે મહેકમની માંગણી કરવામાં આવે ત્યારે આપણે મહેકમ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ સરકારમાં રજૂ કરી શકીશું.
Source link