બગોદરા હાઈવે પર પુર ઝડપે દોડતા ડમ્પરો અને ખાનગી લકઝરી બસો ટેકસ ભર્યા વગર બે ફમ દોડી રહી છે. ત્યારે આરટીઓ નું સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.
ત્યારે આરટીઓ અધિકારી એ બગોદરા ટોલટેક્સ પાસે સાંજ ન સમયે અમદાવાદ થી જામનગર જતી એક પટેલ નામની ખાનગી લકઝરી બસ ને ટેકસ ભર્યા વગર ની મુસાફરને લઇ વહન કરતી લકઝરી બસ ને ઝડપી પાડી હતી. આ ખાનગી લકઝરી ને પકડી પાડતાં સવાર મુસાફર ને હાલાકી ભોગવવી પડી હતી. પોલીસે ત્રણ કલાક સુધી બસ ને હાઇવે પર રોકી કાર્યવાહી હાથ ધરતાં મુસાફર ઠંડીમાં હેરાન પરેશાન થયા હતા. ત્યારે મુસાફરથી મહિલાઓએ 181 ની મદદ માગતા પોલીસ સ્થળે આવી હતી. ત્યારે ત્રણ કલાક બાદ મુસાફર હેરાન થયા બાદ મુસાફરને બીજા વાહન માં બેસાડી ઘરે જવા રવાના કરી મદદ કરી હતી. ત્યારે અમદાવાદ રાજકોટ બગોદરા તારાપુર હાઇવે પરથી પસાર થતી અનેક દૈનિક ખાનગી ટ્રાવેલ્સ ટેકસ ભર્યા વિના દોડતી હોવાની સમયાંતરે રાવ ઉઠતી રહી છે. ત્યારે આરટીઓની ટીમે બસ ને ડીટેન કરી બગોદરા આરટીઓ લઈ ગઈ કામગીરી હાથ ધરી છે.
Source link