ધંધૂકા અને ધોલેરા પંથકમાં વીજ કંપનીના મસમોટા કાફ્લાએ અલગ અલગ વિસ્તારો અને ગામડાઓમાં તપાસ અભિયાન છેડયું હતું. જેમાં 74 લાખ ની માતબર વીજ ચોરી પકડાઈ હોવાનું જીઈબીના અધિકારી એ જણાવ્યું હતું.
ધંધુકા અને ધોલેરા પંથકમાં વીજ કંપની દ્વારા સઘન વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. બન્ને તાલુકાના અનેક ગામો તથા વિસ્તારોમાં વીજ ચોરી કરતા લોકો સામે સર્ચ અભિયાન છેડવામાં આવ્યું હતું. જેમાં વીજ કંપની નો મસમોટો કાફ્લો કામે લાગ્યો હતો અને બંને તાલુકામાં 1400 ઉપરાંત વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 125 વીજ મીટરોમાંથી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા ચેકીંગ અધિકારીઓ એ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપનીએ 125 ચોરી કરતા મીટરધારકો ને 74 લાખ નો દંડ ફ્ટકાર્યો હતો. વીજ ચોરી ડામવા માટે વીજ કંપની દ્વારા તબક્કા વાર વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વીજ કંપની ના ચેકીંગને લઈ વીજ ચોરી કરતા મીટર ધારકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
Source link