યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નવરાત્રી પર્વમાં યોજાયેલી હોવાથી સ્પર્ધાને રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઉત્તર ગુજરાતની પાંચ કોલેજમાંથી કુલ 103 યુવકો અને 98 યુવતીઓએ આ રન શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ 10 કિલોમીટરની દોડ લગાવી હતી.
ઇડર આર્ટસ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો
આ દોડ અંબાજીથી પાંછા અને પાન્છા થી અંબાજી સુધી યોજાઈ હતી. વિધાર્થીઓની સેફ્ટી માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો.વાય કે મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ખાતે યોજાયેલી આ ક્રોસ કન્ટ્રીમાં પાટણની પી.જી.ભવનના બોઈઝ અને ગર્લ્સ ચેમ્પિયન બન્યા હતી. જયારે ડીસાની કોલેજ રનર્સ અપ બની હતી અને ઇડર આર્ટસ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.
અધિકારીઓએ બતાવી લીલીઝંડી
આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ડો.ચિરાગ પટેલ નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ માટે અગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે તેમ ડો.ચિરાગ પટેલ (નિયામક યુવા સેવા સાંસ્કૃતિક) વિભાગ દ્વારા જણાવાયું છે. આ ક્રોસ કન્ટ્રી દોડનું આયોજન અંબાજી કૉલેજના પ્રિન્સીપાલ ડો.એસ. એન. પટેલ દ્વારા કરાયુ હતું.
Source link