SPORTS

IPL 2025: ક્લાસેને કોહલીને છોડ્યો પાછળ, આ 3 સૌથી મોંઘા પ્લેયર

આઈપીએલની 18મી સિઝનનું આયોજન આવતા વર્ષે 2025માં કરવામાં આવશે. આ સિઝન પહેલા એક મેગા ઓક્શનનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ હરાજી પહેલા BCCIએ તમામ ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી હતી. ગુરુવારે તમામ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બોર્ડને સુપરત કરી હતી. આ દરમિયાન મેગા ઓક્શન પહેલા જ ઘણા ખેલાડીઓની ચાંદી ચાંદી થઇ ગઇ હતી.

ઘણા ખેલાડીઓને 20 કરોડથી વધુ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. આ લેખમાં, અમે 3 એવા ખેલાડીઓનો ઉલ્લેખ કરીશું, જેમને મેગા ઓક્શન પહેલા 20 કરોડ રૂપિયાથી વધુમાં રિટેન કરવામાં આવ્યા છે.

3. વિરાટ કોહલી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે મેગા ઓક્શન પહેલા ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલના નામ સામેલ છે. ફ્રેન્ચાઇઝીએ વિરાટ કોહલીને રિટેન કરવા માટે 21 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સાથે જ એવા અહેવાલો મળી રહ્યા છે કે IPLની આગામી સિઝનમાં કોહલી ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે. આરસીબીએ એક વખત પણ ટ્રોફી જીતી નથી અને તેથી જ કોહલી ફ્રેન્ચાઈઝી માટે આ મોટો નિર્ણય લઈ શકે છે.

2. નિકોલસ પૂરન

વેસ્ટ ઈન્ડિઝનો વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન આઈપીએલની છેલ્લી ત્રણ સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ છે. પુરણ IPLની 18મી સિઝનમાં લખનૌની ટીમનું પ્રતિનિધિત્વ કરતો પણ જોવા મળશે. એલએસજીએ પુરણને જાળવી રાખવા માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રિટેન્શન લિસ્ટ જાહેર થયાના થોડા દિવસ પહેલા પુરણે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. પુરણ સિવાય એલએસજીએ વધુ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે.

1. હેનરિક ક્લાસેન

હેનરિક ક્લાસેન IPL 2025 ની સૌથી મોંઘુ રિટેન્શન છે. SRH એ ક્લાસેનને રૂ. 23 કરોડમાં જાળવી રાખ્યો છે. ક્લાસેન ખતરનાક પ્રકારનો બેટ્સમેન છે અને ફ્રેન્ચાઇઝી તેને કોઈપણ કિંમતે હરાજીમાં મોકલવા માંગતી ન હતી. IPL 2024માં ક્લાસને ટીમને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button