SPORTS

IPL Schedule 2025: નવા સિઝનની IPL સિઝનના શિડ્યુલને સમજો 5 પોઈન્ટમાં

IPL 2025ની શરુઆત ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તેની શરુઆતની અને અંતિમ મેચોની તારીખ જાહેર કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનું સંપૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવશે. તે પહેલા અમે તમને જણાવીશું કે સૌથી મોંઘો વિદેશી અને ભારતીય ખેલાડી કોણ હશે? જો કે IPL 2025ની સમયપત્રક જાહેર થશે. જાણો નવા સીઝનની 5 સૌથી મોટી અને ખાસ વાતો

ઇન્ડિયન પ્રીમયર લીગની આગામી સમયમાં નવા સીઝનની શરુઆત થવાની છે. IPL 2025ની પહેલી મેચ અને ફાયનલ મેચ ક્યારે રમાશે. પાછલા દિવસોમાં તેની માહિતી સામે આવી હતી. પરંતુ તેનુ સંપૂર્ણ સમયપત્રક હજુ સુધી સામે આવ્યું નથી. ટૂંક સમયમાં જ BCCI તેનુ શેડ્યુલ જાહેર કરશે. આ પહેલા જાણો કે IPL સીઝનની 5 સૌથી મોટી વાતો અમે તમને જણાવીશું કે સૌથી મોંઘો વિદેશી અને ભારતીય ખેલાડી કોણ છે? સૌથી મોટી ઉંમરનો અને સૌથી નાનો ખેલાડી કોણ છે ? કઈ ટીમોએ તેમના કેપ્ટનના નામ જાહેર કર્યા છે અને કોના કેપ્ટન હજુ સુધી નક્કી નથી થયા? ચાલો જાણીએ આ આગામી IPL સીઝન વિશે 5 મોટી ખાસ વાતો

સૌથી મોંઘા વિદેશી-ભારતીય ખેલાડી કોણ છે

IPL 2025 માટેની હરાજી 24 અને 25 નવેમ્બર 2025ના રોજ જેહાદ, સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલર સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. તેમને ગુજરાત ટાઈટન્સે 15.75 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. સૌથી મોંઘો ભારતીય ખેલાડી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને સિલ્ક્ટ કર્યો હતો. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે કે પંત માત્ર આ સિઝનમાં જ નહીં પરંતુ સમગ્ર IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

સૌથી વૃદ્ધ અને સૌથી યુવા ખેલાડી કોણ છે

IPL 2025ના સૌથી મોંઘો ખેલાડી ટીમ ઈન્ડિયા અને ચૈન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. CSK ખેલાડી ધોની 43 વર્ષના છે. સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હશે. તેની ઉંમર 13 વર્ષની છે. IPL 2025ની હરાજીમાં તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.

7 ટીમોના કેપ્ટન નક્કી, 3ના બાકી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન હજુ નક્કી નથી થયા, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર, સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન હશે.

IPL 2025 ક્યારે શરૂ થશે

IPL 2025 21 માર્ચથી આગામી સમયમાં શરુ થશે. જોકે થોડા દિવસો પહેલા જ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તેની શરુઆતની તારીખની તેઓએ પુષ્ટિ કરી હતી. આ પ્રથમ મેચ 21 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

IPL 2025ની ફાઈનલ ક્યારે રમાશે

જો કે IPLની નવી સિઝનમાં ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાવાની છે. ઈડન ગાર્ડન્સમાં પ્રથમ મેચ સિવાય IPL 2025ની ફાઈનલ પણ 25 મેના રોજ રમાશે. મળતી માહિતી મુજબ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લે ઓફ મેચ યોજાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button