- એક ટ્રસ્ટી દ્વારા રૂ. 1.46 કરોડની મોર્ગેજ લોન લીધી હતી
- વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે મેઇન ગેટ પર તાળું હતું
- સ્કૂલ ટ્રસ્ટ દ્વારા લોનની રકમની ભરપાઈ કરવામાં આવી ન હોવાના લીધે બેંક દ્વારા નોટિસ આપવામાં આવી હતી
ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી દ્વારા રૂ. 1.46 કરોડની મોર્ગેજ લોન પંજાબ નેશનલ બેંકમાંથી લીધી હતી.
ત્યારબાદ ટ્રસ્ટીનું અવસાન થયું હતું. સ્કૂલ ટ્રસ્ટ દ્વારા લોનની રકમની ભરપાઈ કરવામાં આવી ન હોવાના લીધે બેંક દ્વારા નોટિસ આપવામાં આવી હતી. બેંક તરફ્થી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ લોનની ભરપાઈ કરવામાં આવી ન હતી. જેના પગલે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલના દરવાજા પર સીલ મારી દેવામાં આવ્યું હતું. બેંક દ્વારા સીલ માર્યા બાદ નોટિસ પણ લગાડી હતી, જેમાં આ મિલકતનો કબ્જો બેંકના અધિકૃત અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. શનિવારે વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે મેઈન ગેટ પર જ સીલ લગાવી દેવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ પરત ઘરે ર્ફ્યા હતા. જોકે, હવે રવિવાર અને સોમવારની રજા છે. ત્યાં સુધીમાં સીલ નહીં ખૂલે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થશે.
Source link