ENTERTAINMENT

તારક મહેતાના એક એપિસોડ માટે ‘દયાબેન’ લેતા હતા આટલી મોટી ફી…થયો ખુલાસો

  • દિશા વાકાણી લગભગ 9 વર્ષ સુધી શોમાં દયાબેન તરીકે દર્શકોને હસાવતી રહી 
  • અહેવાલ મુજબ દિશા આ શોમાંથી પ્રતિ એપિસોડ રૂ. 1.5 લાખ કમાતી હતી
  • તારક મહેતામાંથી દિશા વાકાણીએ અંદાજે 30 કરોડ રૂપિયાની કરી કમાણી


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ 16 વર્ષથી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અભિનેત્રી દિશા વાકાણી લગભગ 9 વર્ષ સુધી શોમાં દયાબેન તરીકે દર્શકોને હસાવતી રહી હતી. આ શોથી દરેક ઘરમાં લોકપ્રિય બનેલી દિશા વાકાણીએ તારક મહેતા છોડતા પહેલા કરોડોની કમાણી કરી હતી.

‘દયાબેન’ એક એપિસોડ માટે લેતી હતી આટલી ફી 

દિશા વાકાણીએ વર્ષ 2017 માં TMKOC છોડી દીધું હતું અને ત્યારથી આજદિન સુધી તેના ચાહકો શોમાં તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેના શોમાં પાછા આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જોકે દિશા વાકાણીએ શોમાંથી ખૂબ સારી કમાણી કરી હતી તે પણ કરોડોમાં…અહેવાલ મુજબ દિશા આ શોમાંથી પ્રતિ એપિસોડ રૂ. 1.5 લાખ કમાતી હતી. જ્યારે શોના મેકર્સે તેની ફીમાં વધારો ન કર્યો તો તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

આવી સ્થિતિમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના સમય દરમિયાન દિશા વાકાણીએ અંદાજે 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ પોતાના કરિયરની શરૂઆત થિયેટર બેકગ્રાઉન્ડથી કરી હતી. દિશાની પ્રથમ કમાણી 250 રૂપિયા હતી. આ વાતનો ખુલાસો કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘મને મારા પ્રથમ નાટક માટે 250 રૂપિયા મળ્યા હતા. મને યાદ છે કે પૈસા મારા પિતાને આપ્યા હતા અને તેમની આંખોમાં આંસુ હતા. તે ક્ષણ હંમેશા મારા હૃદયની નજીક રહેશે.

મને આટલા પૈસા મળતા હતા

દિશા વાકાણીએ નવેમ્બર 2015માં બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ પછી દિશા વાકાણીએ વર્ષ 2017માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી મેટરનિટી લીવ લીધી હતી. બ્રેક પછી દિશા ક્યારેય શોમાં પાછી આવી નથી અને હવે તેને 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દયાબેન ઉર્ફે દિશા વાકાણીની કુલ સંપત્તિ લગભગ 37 કરોડ રૂપિયા છે. શોમાં જેઠાલાલનું પાત્ર પણ ઘણું લોકપ્રિય છે. અભિનેતા દિલીપ જોશી છેલ્લા 16 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા છે. દિલીપ જોશીએ આ શોથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button