GUJARAT

જંબુસર પંથકના ખેડૂતોને નુકસાની અંગે સહાય આપવા રજૂઆત કરાઈ

ધરતીપુત્રોને અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગે સહાય આપવા માજી ધારાસભ્ય સંજય સોલંકીની ઉપસ્થિતિમા જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકાના ખેડૂતોના પાકને અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંતર્ગત ધરતીપુત્રોને તાત્કાલિક સહાય ચૂકવવા જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શરદસિંહ રણાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, હાથ સે હાથ જોડો પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી, શહેર પ્રમુખ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકીરભાઇ મલેક સહિત ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેને લઇ ધરતીપુત્રોને મોટાપાયે નુકસાની બેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે પાકની નુકસાની માં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવશે એમ જણાવેલ પરંતુ દિવાળીના તહેવાર હોય, નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો હોય છતાંય આજ દિન સુધી સહાય મળી નથી ખેડૂતોની દયનિય પરિસ્થિતિ છે. વહેલી તકે સહાય આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આવેદન પત્ર આપવા કોંગી હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button