ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન હાલમાં તેની બિમારી બ્રેસ્ટ કેન્સરને કારણે ચર્ચામાં છે. આવી પરિસ્થિતિમાં ટીવી સેલેબ્સ અને ફેન્સ દરરોજ એક્ટ્રેસના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. ગઈકાલે જ સાંજે હિનાએ તેના ફેન્સને તેના સ્વાસ્થ્ય અને બીમારી સાથે સંબંધિત અપડેટ આપી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે તેના 5 કીમો થયા છે અને 3 બાકી છે. હવે તેની બીમારી વચ્ચે એક્ટ્રેસે એક પોસ્ટ શેર કરી છે જેના કારણે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હિના અને રોકીનું બ્રેકઅપ થઈ ગયું હશે.
હિના ખાને કરી પોસ્ટ
એક્ટ્રેસના તમામ ફેન્સ તેના વિશે ચિંતિત છે કારણ કે હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાંથી પસાર થઈ રહી છે. હિના ખાને એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ જાણકારી આપી હતી. ત્યારથી હિના ખાનના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે આ દરમિયાન, હિના ખાને કરીના કપૂરના ડાયલોગનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને જોઈને લાગે છે કે એક્ટ્રેસ તેના પર્સનલ જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે.
હિના ખાને શેર કર્યો વીડિયો
હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ જબ વી મેટનો કરીના કપૂરનો પ્રખ્યાત ડાયલોગ શેર કર્યો, “કિતની બડી ગાડી થી મેં, કિતની બેવકુફ થી.” આ પોસ્ટ શેર કરતી વખતે, એક્ટ્રેસે નીચે પણ લખ્યું, “હાહાહા, ખૂબ મોટી ગધી.” હવે એક્ટ્રેસની આ પોસ્ટ જોઈને ફેન્સ ઘણી અટકળો લગાવી રહ્યા છે. પોસ્ટ જોઈને લાગે છે કે હિના ખાન અને રોકી જયસ્વાલ વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા.
એક્ટ્રેસે કહી આ વાત
બ્રેસ્ટ કેન્સરથી પીડિત એક્ટ્રેસ હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર આવી પોસ્ટ શેર કરી છે, જેને જોઈને લોકો ફરી એકવાર ટેન્શનમાં આવી ગયા છે. એક્ટ્રેસની આ પોસ્ટ પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એક્ટ્રેસઅને તેના બોયફ્રેન્ડ રાખી વચ્ચે બધુ બરાબર નથી. આ સિવાય એક્ટ્રેસ હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે જો મેં જીવનમાં કંઈ શીખ્યું હોય તો તે એ છે કે જે લોકો તમને પ્રેમ કરે છે તે તમને ક્યારેય છોડતા નથી. તે લોકો છોડી દે છે જેઓ કોઈનો ઉપયોગ કરી રહ્યા છે.
Source link