GUJARAT

જાફરાબાદના માછીમારો વલસાડના દરિયાકિનારામાં દાદાગીરીથી કરે છે માછીમારી, થયો મોટો વિરોધ

સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો વલસાડ જિલ્લાના દરિયાકિનારે દાદાગીરીથી માછીમારી કરતા વલસાડ જિલ્લાના માછીમારોની આજીવિકા છીનવાઈ જતા આજે 700થી વધુ બોટ દરિયા કિનારે બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી એક દિવસની 80થી 90 લાખ રૂપિયા ખોટ ખાઈને માછીમારો પોતાની રોજી રોટી માટે સ્વયંભૂ જોડાઈ નારગોલના દરિયા કિનારે વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં 10થી વધુ ગામના 3000 જેટલા માછીમારો વિરોધમાં જોડાયા હતા.

મંત્રીઓ સુધી રજૂઆતો થઈ પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં

છેલ્લા 12 વર્ષથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના માછીમારો વચ્ચે માછીમારીને લઈને ઘર્ષણ થતું આવ્યું છે, આ સમગ્ર ઘટનાને લઈને મંત્રીઓ સુધી રજૂઆતો થઈ અને બે વાર સમાધાન પણ થયા છતાં દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના માછીમારોની આજીવિકાને લઈ કોઈ નિર્ણય ન નીકળતા આજે 700થી વધુ બોટ વલસાડ જિલ્લાના દરિયા કિનારે લંગારી એક દિવસની માછીમારી બંધ કરી રૂપિયા 80થી 90 લાખની ખોટ ખાઈને 10 જેટલા ગામના માછીમારો નાગોરના દરિયા કિનારે સ્વયંભૂ જોડાઈને વિરોધ પ્રદર્શન કરી પોતાના ધંધા રોજગાર માગ કરી છે.

ઘર્ષણ કરી દાદાગીરીથી અહીંથી માછીમારી કરી જાય છે

જાફરાબાદના માછીમારો વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના માછીમારો પોતાના વિસ્તારમાં માછીમારી કરે છે, ત્યાં આવીને 10થી 15 નોટિકલ માઈલ અંદર ઘુસીને આવીને લોકલ માછીમારોને નુકસાન પહોંચાડી અહીંના માછીમારોની માછીમારી પર રોક લગાવી તેઓની સાથે ઘર્ષણ કરી દાદાગીરીથી અહીંથી માછીમારી કરી જાય છે, અહીંના માછીમારો લોકલ માછીમારી કરે છે બોમ્બેડક, તેમજ અન્ય મોટી માછલીઓ તેઓને રોજની મળે છે, ફિક્સ નેટ બાંધીને માછીમારી કરે છે, જેમાં અહીંના સ્થાનિક માછીમારોની નેટ તૂટી જતી હોય છે અને એક બોટ દીઠ બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થતું હોય છે અને આવી તો 700 જેટલી બોટો અહીં માછીમારી કરે છે, જેઓને દર મહિને લાખો રૂપિયાનું નુકસાન થાય છે.

માછીમારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાતના માછીમારો વારંવાર સરકાર સુધી રજૂઆત કરતા કોઈ નિવેડો ન આવ્યો અને જાફરાબાદના માછીમારોની દાદાગીરી વધી જતા આજે સ્વયંભૂ 700 જેટલી બોટો બંધ કરી માછીમારોએ ઉમરગામ અને નારગોલના દરિયાકિનારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આવનારા દિવસોમાં પણ જો આ સમગ્ર પ્રકરણને લઈ નીવડો ન આવે અને સમાધાન ન થાય તો માછીમારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button